વાલિયા પોલીસે કદવાલી ગામના પુલ ઉપરથી ફોર વ્હિલર ગાડીમાં લઈ જવાતા દારૂ સાથે એકને ઝડપી લીધો

SHARE:

– પોલીસે કુલ રૂપિયા ૧૨.૫૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

(જ્યશીલ પટેલ,ઝઘડિયા)

વાલિયા પોલીસે કદવાલી ગામના પુલ ઉપરથી ફોર વ્હિલર ગાડીમાં લઈ જવાતા  ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો.

વાલિયા પીઆઈ એમ.બી.તોમરને બાતમી મળેલ કે એક ઈસમ સફેદ કલરની ફોર વ્હિલર ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વાડી ગામથી કદવાલી થઈને ડહેલી ગામ તરફ જનાર છે.  મળેલ બાતમીના  આધારે વાલિયા પીઆઈ  એમ.બી.તોમરે પીએસઆઈ કે.બી.ડોડીયાને ટીમ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવા સુચના આપેલ જેથી પોલીસ ટીમે કદવાલી ગામના બ્રીજ ઉપર વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી મુજબની  ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા ૫,૪૯,૬૦૦ નો જથ્થો,ફોર વ્હિલર ગાડી કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ ૧ રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧૨,૫૪,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમ કિરીટ સંજય વસાવા રહે.પથ્થરીયા ગામ તા.વાલિયાનાને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય બે ઈસમો રાહુલ ઓકારામ માલી રહે.કંબોડીયા તા.નેત્રંગ તેમજ હરેશ ઉર્ફે હરીયો રાજુભાઈ વસાવા રહે.ડહેલી તા.વાલિયા જી.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!