ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા પર રોલર ફેરવીને નાશ કરાયો

SHARE:

– છ પોલીસ મથકોમાં પકડાયેલ કુલ રૂપિયા ૪૬.૯૬ લાખની કિંમતની ૨૪૬૩૨ બોટલોનો નાશ કરવામાં આવ્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દામાલનો જીઆઈડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાતા દારૂના જથ્થાનો પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવતો હોય છે તે અંતર્ગત ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો.આ છ પોલીસ મથકોમાં ઝઘડિયા,નેત્રંગ, રાજપારડી,વાલિયા,ઉમલ્લા અને  ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.છ પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ ૨૪૬૩૨ કિંમત રૂપિયા  ૪૬,૯૬,૮૩૮ ના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને  નાશ કરવામાં આવ્યો હતો.દારૂનો નાશ કરવાની કામગીરી ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા તથા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ અને ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, નેત્રંગ, વાલીયા,ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!