ઈસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમમદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવવલની 12 મી તારીખે થયો હતો.જે આગામી 5 મી સપ્ટેમ્બરને શુક્રવારના દિવસે આવે છે.જેને મુસ્લિમ સમુદાય ઈદેમિલાદના નામે ઉજવે છે.આ દિવસની પૂર્વ તૈયારીન ભાગરૂપે ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે.ગામમાં તમામ ધાર્મિક સ્થાનો,તમામ મુખ્યમાર્ગો,શેરી મહોલ્લાઓ, મકાનો અને જ્યા જુઓ ત્યાં રંગબેરંગી લાઈટોથી શણગારી જન્મ દિવસના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.આ દિવસે ગામની ભાગોળે ન્યાજનું આયોજન કરવામાં આવનાર છે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરી ગામના મુખ્ય માર્ગો ઉપર ઝુલુસ કાઢવામાં આવશે અને ત્યાર બાદ ગામની જુમ્મા મસ્જિદમાં પયગમ્બર હઝરત મહમમદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરાવવામાં આવનાર છે.