ભરૂચ,
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે એક મોટી સફળતા મળી છે.જેમાં આમ આદમી પાર્ટીમાંથી મુખ્ય આગેવાન જાવેદ પટેલ મુન્શીએ પોતાની ટીમ સાથે 50થી વધુ યુવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને આ યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે જાવેદ પટેલે AAPની વિચારધારાની આકરી ટીકા કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં AAPને BJPની B ટીમ ગણાવી હતી.વાગરા તાલુકા કોંગ્રેસના માળખામાં થયેલો આ મોટો વધારો વાગરા તાલુકા પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ, અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલના અથાગ પ્રયત્નોનું પરિણામ છે.
કોંગ્રેસમાં જોડાયેલ મુખ્ય આગેવાનોમાં જાવેદ મુન્શી (વાગરા), હર્ષદ પટેલ, ઠાકોર પરમાર (ઉર્ફે તલાટી) (વાગરા), વિંછીયાદથી જાવેદ ભાઈ, રમણ વસાવા (રહાડ), ઈનાયતભાઈ, આસિફ મન્સૂરી, અબ્દુલ રાજ (સારણ), એઝાઝભાઈ અને શેહઝાદભાઈ (જુનેદ), ફૈયાઝ પટેલ, સાકિર ભટ્ટી (ખંડાલી), વસીમ ભાઈ અને સકલેનભાઈ (લીમડી), સૈયદ લુકમાન (વાગરા), હુજેફ દરબાર (ઓચ્છણ), મગનભાઈ છોટુભાઈ વસાવા,ઓછણ, શકીલ પઠાણ (વાગરા) અને AAP માંથી ઘર વાપસી કરનાર બશીરભાઈ મુલેર અને તેમના સાથી મિત્રોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વોટ ચોર ગાડી છોડ સહી ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રમુખ આસિફ પટેલ, કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલ (જોલવા), ઈમ્તિયાઝ પટેલ, ફિરોઝ ભાઈ ઓરા, મહેન્દ્રસિંહ અટાલી, એડવોકેટ મકબુલ રાજ, ભગવાનદાસ, ઈલ્યાસ દશુ (વાગરા), મકસુદ રાણા (પહાજ) સહિતના તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.વાગરામાં યુવાનો અને અન્ય પક્ષના આગેવાનોના આ જોડાણથી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂતી મળી છે.




