રાજપીપલા હરસિદ્ધિ માતાના મંદિરે રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર મહાઆરતી યોજાઈ

SHARE:

– પાંચ જિલ્લાના તાલીમ પામેલા 201 યુવાનોએ તલવાર મહા આરતી કરી

– હરસિદ્ધિ માતા રાજપીપલાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાય છે

– રાજપૂત યુવાનોએ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી

300 કિલોથી વધુ ફૂલોથી “રામતિલક” થીમને શણગારી તલવાર મહાઆરતી કરવામાં

આવી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રિયાસાતી રાજવીનગરી રાજપીપલાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતીમાં હરસિદ્ધિના મંદિરે રાજપૂત સમાજના 201 રાજપૂત યુવાનો દ્વારા 12મી તલવાર મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક આ તલવારી,આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું.રિયાસતી રાજવી નગરી રાજપીપલામાં રાજવી મહારાજાઓની હરસિદ્ધિ માતા કુળદેવી ગણાય છે.તેથી રાજપુત સમાજ સહીત નગરજનોને હરસિદ્ધિ માતા પ્રત્યેક અગાધ શ્રદ્ધા હોઈ રાજપૂત સમાજ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરાઈ હતી.

આ પ્રસંગે રજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના પાંચ જિલ્લા નર્મદા,વડોદરા, સુરત, ભરૂચ,છોટાઉદેપુર,લુણાવાડાના 201 રાજપૂત યુવાનોએ બે મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી.આ તલવાર મહા આરતીમાં 300 કિલોથી વધુ ફૂલોથી આ વર્ષની”રામતિલક”થીમ ને શણગારવામાં આવ્યું હતું.છેલ્લા 12 વર્ષ થી સ્વસ્તિક, માં, ત્રિશુલ, કળશ, સૂર્યોદય,યજ્ઞ, શંખ, મશાલ,ત્રિશુલ અને ડમરુ, પગલાં, ધનુષબાણ અને રામતિલક જેવા થીમ પર તલવાર મહા આરતી યોજાય છે.આ વર્ષે રામ તિલકની થીમ રખાઈ હતી.હરસિધ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦થી વધું રાજપુત યુવાનો સાંજે  માતાજીની પાલખી સાથે શોભા યાત્રાકાઢી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યાં હતાં.ત્યાર બાદ સાંજે 201 જેટલાં રાજપૂત યુવાનોએ તલવાર મહાઆરતી કરી હતી.પારંપરીક રાજપૂત લીબાસમાં સજ્જ થઈને તલવાર આરતી કરી હતી જે લોકઆકર્ષણનું કેન્દ્ર બની હતી. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તલવાર મહાઆરતી જોવા હકડેઠઠ ભીડ ઉમટી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!