એશિયા કપ ફાઈનલમાં ભારતનો વિજય થતા ભરૂચમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ઉજવણી

SHARE:

– પાંચબત્તી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

ભરૂચ,

દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ૫ વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો.

ભારતે ૧૪૭ રનનો લક્ષ્યાંક ૨૦ મી ઓવરના ચોથા બોલ પર ચેઝ કરી લીધો. તિલક વર્માએ ૫૩ બોલમાં અણનમ ૬૯ રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જ્યારે અંતિમ ક્ષણે રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.

આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો.લોકો હાથોમાં તિરંગા લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા અને “ભારત માતા કી જય” તથા “પાકિસ્તાન હાય હાય”ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભરૂચ શહેર જિલ્લામાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડાં અને આતશબાજી સાથે ઉજવણી કરી. શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજયોત્સવ મનાવ્યો હતો.આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!