ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સી.ડી.પી ૫ યોજના હેઠળ ૧૪૯ ગ્રામ પંચાયત અને ૧૭ ગ્રામ પંચાયત RGSA યોજના હેઠળ મંજૂરી

SHARE:

ભરૂચ જિલ્લા પંચાયતની સામન્ય સભા પંચાયતના પ્રમુખ, અધિકારીઓ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં સભા ભવનમાં યોજાઈ હતી.જેમાં વિવિધ વિકાસના કામો અને ઠરાવોને મજૂર કરવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામન્ય સભા મળી હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,ઉપ પ્રમુખ આરતી પટેલ,કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ જણાવ્યું હતું કે ૫૪૫ ગ્રામ પંચાયત પૈકી સી.ડી.પી- ૫ યોજના હેઠળ ૧૪૯ ગ્રામ પંચાયત અને ૧૭ ગ્રામ પંચાયત RGSA યોજના હેઠળ મંજૂર થયેલ છે. સી.ડી.પી- ૫ યોજના હેઠળ ૧૬.૫૦ કરોડનાં ૬૭ ગ્રામ પંચાયતનાં ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે.

જિલ્લા પંચાયત હેઠળનાં અંદાજિત રકમ ૨૧૨.૭૭ કરોડનાં કુલ ૧૮૫ રોડનું ટેન્ડર થયેલ છે, જે પૈકી ૧૭૩ રોડ માટે સરકાર માંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે તે પૈકી ૯૫ રોડનાં કામનાં વર્ક ઓર્ડર ઈસ્યુ કરવામાં આવેલ છે. ૭૮ કામો ડીપોઝીટ લેવલ પર છે,વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પથ યોજના હેઠળનાં ૨૨ કામો તથા બજેટ લમ્પ યોજ્ના હેઠળનાં ૭ રીસરફેસીંગ રોડનાં કામોને બહાલી આપવામાં આવેલા છે.
જિલ્લા પંચાયત હસ્તકની ૧૬ આંગણવાડીઓ, ૬ દુધ ડેરી બિલ્ડિંગ,૮ શાળાનાં ઓરડા,૫ ડ્રેનેજ લાઈનનાં કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલા છે,જે સત્વરે પુર્ણ કરવામાં આવશે.

વધુમાં આજની સામાન્ય સભામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે પરિવર્તન કારી NEXT- GENERATION GST સુધારાનો નિર્ણય કર્યો છે.જેનાથી ખેડુતો, MSMEs, વેપારીઓ, મહિલાઓ, યુવાનો, મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે, આવા GST રીફોર્મસ માટે, નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં અવ્યો હતો

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!