ભરૂચ જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે વિવિધ રોગોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો

SHARE:

ભરૂચ,

“સ્વસ્થ નારી સશક્ત પરીવાર” અભિયાન અંતર્ગત  રાજ્યની તમામ જેલોમાં સઘન આરોગ્ય ચકાસણી કાર્યક્ર્મ વિના મુલ્યે ચલાવવાનું હોય જે સંદર્ભે પોલીસ મહાનિદેશક ડૉ.કે.એલ.એન.રાવની સુચના અને માર્ગદર્શનથી અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે  સિવિલ હોસ્પીટલ ભરૂચના સહયોગ થી વિવિધ રોગોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા આજરોજ સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં વિવિધ તજજ્ઞ હાજર રહ્યા હતા.આ મેડિકલ કેમ્પમાં બંદીવાન ભાઈ/બહેનો તેમજ ફરજ પરના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.જેમાં વિવિધ તજજ્ઞ દ્વારા ચકાસણી કરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી.કેમ્પ સફળતા પુર્વક પુર્ણ થયેલ આ કેમ્પમાં જેલ અધિક્ષક એન.પી.રાઠોડ દ્વારા ઉપસ્થિત રહેલ વિવિધ રોગોના તજજ્ઞોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!