ભરૂચ,
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોના શોપિંગ સેન્ટરના ફ્લેટમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.
મૂળ ઓડિશા રાજ્યનો અને હાલ દહેજ GIDC ખાતે આવેલી એમ.આર.એફ કંપનીમાં નોકરી કરતાં ૨૫ વર્ષીયઆશિષ નાહક નામના યુવાન ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોના શોપિંગ સેન્ટરમાં આવેલ ફ્લેટમાં રહેતો હતો.બુધવારના રોજ કોઈ અગમ્ય કારણસર પગલું ભરી ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી.ઘટનાની જાણ થતાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી કરી પીએમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ યુવાને આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ કોઈ વ્યક્તિગત તણાવ કે માનસિક દબાણને પગલે તેણે આ નિર્ણય લીધો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




