ડેડીયાપાડાના નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાસંદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો

SHARE:

– એપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાકના ભાવને લઈ અકળાયા

– આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને મંચ પર ખખડાવ્યા : મામલતદાર છો તો ગામના રાજા નથી : સાંસદ મનસુખ વસાવા

– જિલ્લા કલેકટરને સાંસદની ચીમકી કલેકટર અહીંનો રાજા નથી અમને છંછેડતા નહિ બાકી જોઈ લેજો પછી

 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાના ડેડીયાપાડાના નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાસંદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવતા જાહેર મન્ચ પરથી કલેકટર,મામલતદાર અને વેપારીઓ પર રોષ ઠાલવ્યો હતો.ખાસ કરીને એપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાકના ભાવને લઈ અકળાયા હતા

કેટલાક ખેડૂતોએ મકાઈના ભાવ 2100 રૂપિયા છે તેની જગ્યાએ વેપારીઓ 1800 થી 2000 નો ભાવ આપે છે જે જાહેર થયેલા ભાવ કરતા ઓછો છે આ બાબતે ખેડૂતોએ સાંસદને રજુઆત કરી હતી.જે અનુંસંધાને સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી રોકડી પરખાવતા અને આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરવાની ચીમકી આપી જણાવ્યું હતું કે જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્ર ને ટકોર કરી હતી અને જો તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારીઓ પર કાર્યવાહી કરીશ તો ભારે પડશે એમ કહી આકરા પ્રહારો કર્યા હતા.

એ ઉપરાંત આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદાર ને પણ મંચ પર ખખડાવ્યા હતા અને ટકોર કરતાં જણાવ્યું હતું કે મામલતદાર છો તો ગામ ના રાજા નથી થઈ ગયા એમ કહી મામલતદારનો પણ ઊધડો લીધો હતો.ખાસ કરીને સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના વીજ કનેકશન કપાવી નાખતા સાંસદ ગુસ્સે ભરાયા હતા. એ ઉપરાંત જિલ્લા કલેકટરને પણ સાંસદે ચીમકીઆપી હતી કે કોઈ પણ ગામડાંમાં પ્રૉજેક્ટ લાવતા પહેલા અમારું ધ્યાન દોરોએવી ટકોર સાંસદ મનસુખ વસાવાએ કરી હતી.જિલ્લા કલેકટરને સાંસદ મનસુખ વસાવાએ ચીમકી આપતાં જણાવ્યું હતું કે કલેકટર અહીંનો રાજા નથી અમને છંછેડતા નહિ.બાકી જોઈ લેજો પછીએવી ચીમકી પણ ઉચ્ચારતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો. અને જણાવ્યું હતું કેવિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓને તમામ સાથે રાખી કોઈ પણ પ્રોજેકટ લાવો.પરંતુ આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો એવી જાહેર ચીમકી ભર્યો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા નર્મદાના અધિકારી વર્તુળમાં અને રાજકીય વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!