– વીજીલન્સની ૪૦ ટીમોએ ૪૪ કેસ બનાવી આમોદ પંથકમાં સપાટો બોલાવતા વીજચોરોમાં ફફડાટ.
ભરૂચ,
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે આજ રોજ સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે પોલીસને સાથે રાખી રેડ કરી હતી.જેમાં કુલ ૨૫ લાખની વીજ ચોરી પકડાઈ હતી.વીજીલન્સ ટીમે મીટર તેમજ સર્વિસ વાયરો સહિતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પંથકમાં માં આજ રોજ વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા.ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે આમોદ તાલુકાના આછોદ, મછાસરા, રોઝાટંકારીયા, નાહિયેર, ઇંટોલા, બુવા, નવાવાડીયા, માતર, તેગવા, નિણમ, રોધ, શ્રીકોઠી જેવા ગામોમાં દરોડા પાડી લંગર નાંખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા ૪૪ કેસ ઝડપી પાડ્યા હતા.જેમાં વીજ ચોરોને કુલ ૨૫ લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો.દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૪૦ વીજીલન્સ ટીમે પોલીસ સાથે રાખીને દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.




