દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર લોખંડની ગ્રીલનું કામ કરતા ટ્રેક્ટરને કન્ટેનરે ટક્કર મારતા અક્સ્માત
ભરૂચ,
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ગતરોજ બપોરના સમયે લોખંડની ગ્રીલનું કામ કરતા ટ્રેક્ટરને અચાનક ધસી આવેલા ટ્રકે ટક્કર મારતા ત્રણ મજૂરોના કરુણ મોત થયા હતા.જ્યારે અન્ય એકને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક ગતરોજ બપોરના સમયે લોખંડની ગ્રીલનું કામ ચાલુ હોવાથી એક ટેક્ટર માર્ગની સાઇડમાં ઊભું હતું.ત્યારે ભરૂચથી વડોદરા તરફ જતા પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી ચઢેલા કન્ટેનરે પાછળથી ટેક્ટરને જોરદાર ટક્કર મારતા ટેક્ટરને કચડી નાખ્યું હતું.ટ્રેકટરમાં બેઠેલા ત્રણ મજૂરો નામે (૧) બલસિંગ મકનસિંગ ગેહલોત રહે.મધ્યપ્રદેશ (૨) જાનુકોદર ભુરીયા રહેમ મધ્યપ્રદેશ અને (૩) મૌવન ભીંડુ મુનિયા રહે.મધ્યપ્રદેશના મોત થયા હતા.જ્યારે શિવો ભલું ભુરીયાને ઈજાઓ થતા તેણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા આમોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અક્સ્માત કરનાર કન્ટેનર ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે લોખંડની ગ્રીલનું કામ કરવા માટે ટેક્ટર એક્સપ્રેસ હાઈવે ઉપર સાઈડમાં પાર્ક કર્યું હતું.ત્યારે અચાનક પુરઝડપે ધસી આવેલા કન્ટેનર ચાલકે ઉભેલા ટેક્ટરને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં ત્રણ કામદારોના મોત થયા હતા.




