– કામદારે રાજપારડી પોલીસ મથકમાં માંડોવી મિનરલ્સ મિનરલ્ર્સના માલિક સંતોષકુમાર મેંન્ડન વિરુદ્ધ એક્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરતા પોલીસે તપાસ હાથધરી
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા અને રાજપારડી વચ્ચે સેકડો સિલિકાના પ્લાન્ટો સરકારની કેટલીક જરૂરી મંજૂરી વગર બે રોકટોક ધમધમી રહ્યા છે.આ સિલિકાના પ્લાન્ટો સંચાલકો પ્લાન્ટમાં કામ કરતા કામદારો ઉપરાંત સિલિકા વહનની કામગીરીમાં જોડાયેલા ટ્રક ડ્રાઇવરો તેમજ ટ્રક માલિકો સાથે પણ અસહનીય વર્તન કરી તેમનું શોષણ કરી રહ્યા હોવાની અસંખ્ય ધટનાઓ સપાટી પર આવે છે.આવી જ એક ઘટના ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામ ખાતે આવેલ માંડોવી મિનરલ્સ પ્રા.લિ કંપનીમાં તેના આદિવાસી કામદાર સાથે બનવા પામી છે. ઝઘડિયા તાલુકાના ભૂરી ગામે રહેતા રવિદાસભાઈ બાલુભાઈ વસાવા ઉંમર વર્ષ ૩૭ નાઓ માંડોવી મિનરલ્સમાં કામદાર તરીકે કામ કરે છે.રવિદાસ વસાવા ગત શનિવારના રોજ રાત્રિના પાળી માં કામ કરતો હતો ત્યારે આશરે ૧૨:૫૦ વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર તે હાજર હતો તે વખતે સિલિકા રેતી પ્લાન્ટના વીએસઆઈ વી બેલ્ટમાંથી અવાજ આવતો હતો.તે સાંભળીને માંડોવી કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન જેઓ ત્યાં પ્લાન્ટ પર જ રહે છે, તેઓ રવિદાસ વસાવા પાસે આવેલ અને હિન્દી ભાષામાં કહેવા લાગેલ કે વીએસઆઈ પંપ ક્યો હિલ રહા હૈ, જેથી જેથી કામદારે જણાવેલ કે મશીનરી જૂની છે જેના કારણે તે વારંવાર બગડે છે,હું સવારે આ પ્લાન્ટ બંધ કરીને રીપેર કરાવી દઈશ, તેમ કહેતા સિલિકા પ્લાન્ટ ના માલિક સંતોષકુમાર કહેવા લાગેલ કે અભી કી અભી થીક કરો તેમ કહી ઉશ્કેરાય જઈ રવિદાસ વસાવાને ડાબા ગાલ પર એક તમાચો મારી દીધેલ અને તેની ગરદન પકડી વીએસઆઈ પંપ તરફ ધક્કો મારી દીધેલ હતો. પરંતુ નજીકમાં પાઈપ હતી તેના ઉપર હાથ મુકતા તેનો બચાવ થયો હતો.તે સમયે તેની સાથે કામ કરતા દેવેન્દ્ર વસાવા હાજર હતો, ત્યારે જતા જતા સંતોષકુમાર મેન્ડન નાઓ હિન્દી ભાષામાં ગાળો બોલી કહેતો હતો કે તુમ ભીલ લોગ કભી નહીં સુધરોગે, ઔર યે બાત કિસી કો બતાયી તો તેરે કો મે જિંદા નહિ રેહને દુંગા તેવી ધમકી આપી પ્લાન્ટમાં આટો મારી ત્યાંથી જતો રહ્યો હતો, આ દરમિયાન તેની સાથે કામ કરતા રીલીવર હસમુખભાઈ વસાવા એ પણ રવિદાસને જણાવેલ કે સંતોષકુમાર મેન્ડન નાઓએ મારી સાથે પણ ગાળા ગાળી કરી મને માર મારેલ હતો, પરંતુ મને નોકરી ઉપરથી કાઢી મૂકવાના ડરના કારણે મેં ફરિયાદ આપેલ ન હતી તેમ જણાવ્યું હતું, ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદાર રવિદાસ બાલુભાઈ વસાભાઈ તેના સાથે થયેલ અત્યાચાર બાબતે કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.આ ઘટના સંદર્ભે રાજપારડી પોલીસ વધુ તપાસ હાથધરી રહી છે.




