ભરૂચ,
ભરૂચ જીલ્લામાં આવેલા ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોનું પોલીસ વેરિફિકેશન ન કરાવવા બદલ ૮ ભઠ્ઠાના માલિકો સામે SOG પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ SOG ના પીઆઈ અને તેમની ટીમે એટીએસ ચાર્ટર મુજબ પરપ્રાંતીય મજૂરોનું સઘન ચેકિંગ હાથધર્યું હતું.તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આ ભઠ્ઠા માલિકોએ બહારના રાજ્યોના મજૂરોને કામે રાખ્યા હતા.પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ પાસે વેરિફાય કરાવી ન હતી.
આ ગુના ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૨૨૩બી હેઠળ નોંધવામાં આવ્યા છે.જે ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શ્રી ગણેશ બ્રિક્સ, કિશન બ્રિક્સ, હીરા બ્રિક્સ, ડી.કે.બ્રિક્સ, શક્તિ બ્રિક્સ, બ્રિક્સ સર્વે નં.૭૮૬, ટાટા બ્રિક્સ અને પિહુ બ્રિક્સનો સમાવેશ થાય છે. આ તમામ ભઠ્ઠા ડાભા ગામની સીમમાં આવેલા છે. આ કાર્યવાહીને પગલે પોલીસ વેરિફિકેશન વગર રહેતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસની આ કાર્યવાહી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is