ઝઘડિયાની નાઈટ્રેક્સ કેમિકલ્સમાં વિસ્ફોટમાં એક કામદારનું મોત તો એક ઘાયલ

SHARE:

– નાઈટ્રોસેલ્યુલોઝના મિશ્રણ દરમ્યાન બોલ ડાયજેસ્ટરમાં વધુ પડતા દબાણને કારણે વિસ્ફોટ થયો હોવાનું તારણ

– ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે પોલીસ તપાસ શરૂ કરી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા નાઈટ્રેક્સ કેમિકલ્સમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક કામદારનું મોત હતું જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચી હતી.‌ઝઘડિયા મેગા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માંથી ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે.ઝઘડિયા જીઆઈડીસી સ્થિત નાઈટ્રેક્સ કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડ ઔદ્યોગિક નાઈટ્રો સેલ્યુલોઝનું મુખ્ય ઉત્પાદક છે.મંગળવારે વહેલી સવારે પ્લાન્ટમાં નાઈટ્રો સેલ્યુલોઝનું મિશ્રણ ચાલી રહ્યું હતું જે દરમ્યાન અતિરિક્ત પ્રેશર વધી જતા વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક માહિતી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી આશુતોષ મરૈયાએ આપી હતી.વધારે દબાણને કારણે બોલ ડાયજેસ્ટર,બ્લો વાલ્વ અને સેફ્ટી વાલ્વ ફાટ્યો હતો.જેના પરિણામે જોરદાર વિસ્ફોટ સાથે નાઈટ્રો સેલ્યુલોઝનું મિશ્રણ વછૂટયું હતું.અકસ્માતથી પ્લાન્ટમાં અફરાતફરી સાથે ભાગદોડ મચી હતી.નજીકમાં રહેલા બે કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટનામાં મોટાસાંજા ગામના દિનેશ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભાલોદના મહેશ વસાવા નામના કામદારને ગંભીર ઈજા પહોંચતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિસ્ફોટ બાદ નાઈટ્રોસેલ્યુલોઝ મિશ્રણના ધુમાડાના ગોટે ગોટા કંપનીની આસપાસ દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા હતા. અકસ્માતની માહિતી મળતા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ સાથે ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કંપનીમાં આગની મોટી દુર્ઘટના સર્જાય હતી અને પુનઃ વિસ્ફોટની ઘટના બનતા કામદારોમાં ભય જોવા મળવા સાથે કંપનીમાં સેફટીની સુરક્ષા ન રખાતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!