અંકલેશ્વરના બોરીદ્રા ગામે પાવર ગ્રીડ ઓફ ઈન્ડિયાની સાઈટ પરથી સાધનોની ચોરી અને તોડફોડ થતા ફરિયાદ

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામે પાવર ગ્રીડ ઓફ ઈન્ડિયાની સાઈટ પરથી આશરે ૩ લાખ રૂપિયાના સાધનોની ચોરી થઈ છે.તસ્કરોએ ટાવર પરથી કેબલો અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી.જેના કારણે ૧ લાખ રૂપિયાનું નુકસાન પણ થયું છે. આ મામલે ચીફ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બોરીદ્રા ગામની સીમમાં પાવર ગ્રીડ ઓફ ઈન્ડિયા દ્વારા એકસ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે.આ કામનો કોન્ટ્રાક્ટ કેસી ઈન્ટરનેશનલ લિમિટેડને આપવામાં આવ્યો છે.જેઓ ટાવર અને લાઈન નાખવાનું કાર્ય કરી રહ્યા છે.

ચોરો રાત્રિના સમયે ટાવર પર ચઢી ગયા હતા અને કેબલો કાપીને અન્ય સાધનોની ચોરી કરી હતી. તસ્કરો બે ટાવર વચ્ચેથી એલ્યુમિનિયમ-એલોયના તાર પણ કાપી ગયા હતા.ચોરાયેલા સામાનમાં ૧૯  કિલોમીટર કેબલ,૪ રિપેર સ્લીવ્સ,૨૩ હેલા સ્પેસર ડેમ્પર, કંડક્ટર મિડ સ્પેન ૨ જોઈન્ટ અને ૧૦ હેક્સાગોનલ રિજિડ સ્પેસરનો સમાવેશ થાય છે.તસ્કરોએ ચોરી અને તોડફોડ કરતા કુલ ૩ લાખ રૂપિયાના સામાનની ચોરી અને ૧ લાખ રૂપિયાનું નુકસાન થતા કેસી ઈન્ટરનેશનલ લિમિટેડના ચીફ મેનેજર વિજય સાંડેએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!