ભરૂચ એસઓજી પોલીસે માંચ ગામેથી બકરા બાંધવાના ઝૂંપડાના વાડા માંથી ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા

SHARE:

– ૬ છોડ મળી ૧૧.૨૦ લાખના મુદ્દામાલ સાથે જીવન વસાવાની એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત

ભરૂચ,

ભરૂચ એસઓજી પોલીસે નબીપુર નજીક આવેલા માંચ ગામમાં ઝૂંપડાંના વાડામાં કરાતી ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી લીલા ગાંજાના ૬ છોડ મળી આવતા ૧૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ કેસો કરવા પોલીસ “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને સુચના આપવામાં આવતા ભરૂચ એસઓજીની ટીમો પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા તેના આધારે ટીમે ભરૂચ તાલુકાના માંચ ગામના જુના ભીલવાડા વિસ્તારમાં આવેલા બકરા બાંધવાના કાચા ઝૂપડાના વાડામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન વાડા માંથી ૨૨.૪૦૦ કિલો ગાંજાના ૬ લીલા છોડ મળી આવ્યા હતા.આ ગેરકાયદેસર ખેતી પાછળ જીવણ વસાવા નામનો આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવતા ભરૂચ એસઓજી પોલીસે તેને ઘટના સ્થળેથી ઝડપી લઈ નબીપુર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!