best news portal development company in india

લગ્નમાં નાચવાના બહાને આવતા અને બાઈક ચોરી કરતા દંપતી સહિત ૩ ની અટકાયત કરતી પાનોલી પોલીસ

SHARE:

ભરૂચ,

અંકલેશ્વરની પાનોલી પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા એક દંપતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીઓ લગ્ન પ્રસંગોમાં નાચવાના બહાને જઈને બાઈક ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.

પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફે સુરતના સાયણ ખાતર પાસેથી આ ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં અમન મૂલતાની, તેની પત્ની આરતી મૂલતાની અને તેમનો સાગરીત ગૌતમ પઠારેનો સમાવેશ થાય છે.

દંપતી અમન અને આરતી મૂલતાની લગ્નપ્રસંગોમાં નાચવા જવાના બહાને પ્રવેશ કરતા હતા.તેઓ પ્રસંગ દરમિયાન મહેમાનોની બાઈક પર નજર રાખતા અને અવરજવર વધે ત્યારે સમયનો લાભ લઈ બાઈકની ચોરી કરતા હતા. ગૌતમ પઠારે પણ આ ચોરીની પ્રવૃત્તિમાં તેમની સાથે સંકળાયેલો હતો.

ત્રણેય આરોપીઓએ મળીને સુરત જિલ્લાના કોસંબા અને પલસાણા વિસ્તાર ઉપરાંત અંકલેશ્વર વિસ્તારમાં બાઈક ચોરીના કુલ ચાર ગુનાઓને અંજામ આપ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન આ તમામ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી ગૌતમ પઠારે વિરુદ્ધ અગાઉ પ્રોહીબિશનના પણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું.

પોલીસે આરોપીઓ પાસેથી ચાર ચોરાયેલી બાઈક મળી કુલ રૂ.૨.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હાલમાં પાનોલી પોલીસે આરોપીઓ અન્ય કોઈ ચોરીના બનાવોમાં પણ સંકળાયેલા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!