નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સામે પોલીસ ફરિયાદ

SHARE:

– પેવર બ્લોકના ૧,૮૬,૦૦૦ રૂપિયાની માંગણી કરતાં અને જાનથી મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ

– ૨૦૨૩ થી આ રૂપિયા બાકી હોવાની ફરિયાદ મનીષ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના  ભાજપામાંથી સસ્પેન્ડ થયેલા અને હાલ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખનો હોદ્દો ધરાવતા નિરંજન વસાવા સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.જેમાં પેવર બ્લોકના ૧,૮૬,૦૦૦ રૂપિયાની માંગણી કરતાં ૨૦૨૩ થી આ રૂપિયા બાકી હોવાની ફરિયાદ  ફરિયાદી મનીષ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.જેમાં જાનથી મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ફરિયાદની વિગત એવી છે કે ફરીયાદી મનીષ વસાવાએ આ આરોપી  નિરંજન નગીનભાઈ વસાવા રહે.કુંવરપરાને જુન ૨૦૧૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી અલગ અલગ તારીખોમાં પેવર બ્લોક કુલ રૂ.૧,૮૬,૦૦૦ ના આરોપીને તેના ગામના કામો કરવા સારૂ આરોપીના કહ્યા મુજબ આરોપીના ગામમાં નાંખી આપતા આરોપીએ પાંચ-છ માસમાં પેવર બ્લોકના તમામ નાણા આપવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપેલ.તેમ છતા આરોપીએ જણાવેલ સમય મર્યાદામાં ફરીયાદીને પેવર બ્લોકના નાણા ન આપતા ફરીયાદી તથા સાહેદો બાકી નિકળતા નાણા લેવા અવાર નવાર આરોપીના ઘરે જતા તેમજ ફોન ઉપર સંપર્ક કરતા નાણા આપવા બાબતે બહાનાઓ બતાવી ફરીયાદી અને સાહેદો માટે સપ્ટેમ્બર-૨૦૨૫ માં આરોપીના ઘરે બાકી નિકળતા નાણા લેવા જતા આરોપીએ ફરીયાદી તથા સાહેદો સાથે માં-બહેન સમાણી ગાળો બોલી હવે પછી તમારા બાકી નિકળતા નાણા લેવા આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગુનો કરતાં આ બાબતે એ.આર ઠુમ્મર પો.સ.ઈ રાજપીપલાએ તપાસ આદરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નિરંજન વસાવા સામે આ અગાઉ સાંસદ મનસુખ વસાવાએ અને નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવે પત્રકાર પરિષદ બોલાવી તેમની સામે ગંભીર આરોપો લગાવી માનહાની ની ફરિયાદ પણ કરી ચુક્યા છે.નિરંજન વસાવાએ રેલવેની જમીન માં દબાણ કર્યું છે.

નિરંજન વસાવાને પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવે ડીગ્રી ચોર અને વીજળી ચોર પણ કહ્યા છે.નિરંજન વસાવાએ રેલવેની જમીન માં દબાણ કર્યું છે.જો એની સામે કાર્યવાહી નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો.જેને કારણે ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનો પણ પત્રકાર પરિષદમાં ઘટસ્ફોટ કરી ચુક્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!