નેત્રંગના નાનાજાંબુડા ગામ નજીક અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર બે યુવકોના મોત

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ફૂલવાડી ચોકડી થી કેવડી રોડ પર આવેલ જાંબુડા ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા.

નેત્રંગ પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ત‍ાલુકાના મોટા જાંબુડાનો આર્યનકુમાર મહેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ફળિય‍ાના અન્ય યુવક વિજય ગોલસીંગભાઈ વસાવા સાથે ગતરોજ તા.૧૨ મીના રોજ  સાંજના છ વાગ્યાના સમયે ગામના એક રહીશની મોટરસાયકલ લઈને બેડાકંપની જવા નીકળ્યા હતા.આર્યનકુમાર મોટરસાયકલ ચલાવતો હતો અને વિજય પાછળ બેઠેલ હતો.ત્યારબાદ સાંજના સાત વાગ્યાના સમયે તેમના ઘરે ખબર મળી હતી કે આ યુવકોની મોટરસાયકલને નાના જાંબુડા નજીક અકસ્માત થયો હતો.તેમના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં બન્ને યુવકો ઈજાગ્રસ્ત થઇને રોડ પર પડેલા હતા.તેમની મોટરસાયકલ પણ ત્યાં પડેલી હતી.કોઈ અજાણ્યો વાહનચાલક તેમની મોટરસાયકલને અડફેટમાં લઈને અકસ્માત કરી પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હોવાનું જણાયું હતું.આ અકસ્માત દરમ્યાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વિજયભાઇ વસાવા ઉ.વર્ષ ૩૧ નું ઘટના સ્થળે જ મોત થયું હતું.તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ  આર્યનકુમારને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો.અકસ્માતની આ ઘટના બાબતે રાજેન્દ્રભાઈ બાબુભાઈ વસાવા રહે.મોટા જાંબુડા તા.નેત્રંગનાએ અકસ્માત કરી તેનું વાહન લઈને ઘટના સ્થળેથી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!