સૌજન્ય,
ગુજરાતમાં ઠેર ઠેર પાનના ગલ્લાની જેમ મેડીકલ સ્ટોર ખુલી ગયા છે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 મુજબ ફાર્માસિસ્ટ જ દવા વિતરણ કરી શકે પરંતુ ફુડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓની રહેમ નજર હેઠળ ગુજરાતમાં સિત્તેર ટકા મેડીકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ફક્ત લાયસન્સ ઉપર ગેરકાયદેસર ચાલે છે હાલમાં કફ શિરપના સેવનથી બાળકોના અવસાન થતા સરકાર દ્વારા પ્રિસ્ક્રીપશન વગર દવા વેચતા મેડીકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહીના નાટકો કરી રહી છે પરંતુ ગેરકાયદેસર ચાલતા મેડીકલ સ્ટોરને માત્ર બે દિવસ ધંધો બંધ રાખવાની તેમજ લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટોને ફક્ત 1000 રૂપિયા દંડની જોગવાઈ હોવાના કારણે આવા તત્વોને મોકળું મેદાન મળી ગયુ હતું સાથે ડ્રગ ઈન્સ્પેક્ટરોને પણ આવા મેડીકલ સ્ટોર્સ સામે આંખ આડા કાન કરવા નિયમિત હપ્તા લેતા હતાં પરંતુ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા મહત્વનો નિર્ણય લઈને જન વિશ્વાસ એક્ટ 2023 નો અમલ શરૂ કર્યો છે જે મુજબ દરેક મેડીકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ જ દવા વેચી શકશે અને મેડિકલ સ્ટોરમાં ગેરહાજર રહેનાર તેમજ લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટોને બે લાખ રૂપિયાનો દંડ અથવા ત્રણ માસની જેલ અથવા બંને એક સાથે ગંભીર ગુનામાં સંડોવાયેલા ફાર્માસિસ્ટના રજીસ્ટ્રેશન કાયમ માટે કેન્સલ કરવાની જોગવાઈ પણ છે.
વર્ષોથી ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન (GPA) ના પ્રમુખ રજનીકાંત ભારતીયે ફાર્મસી કાઉન્સિલના નિર્ણયને વધાવવાની સાથે જણાવ્યું હતું કે જન વિશ્વાસ એક્ટના અમલીકરણથી ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતી ગેરકાયદેસર દવાની હાટડીઓ બંધ થશે તેમજ નિયમોનુસાર દવાના જાણકાર ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ થવાથી જનતાને દવાના ઉપયોગ અને આડઅસર અંગે જાણકારી મળવાથી એમને બેહતર આરોગ્ય મળશે ફુડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારમાં અંકુશ આવશે સાથે ફાર્માસિસ્ટોને વધુ રોજગારી મળશે. પણ આ નિયમનું કડકાઈથી અમલ થાય એ જરૂરી છે નહી તો કાયદા ફક્ત કાગળ ઉપર જ રહી જશે.




