ભાલોદ ગામે ૧૮ ગામ માછી સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ : ૫૪ ટીમો વચ્ચે ક્રિકેટ મેચનો જામશે જંગ

SHARE:

– ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભાલોદ ગામના યુવાનો ઉપરાંત વડીલો, સમાજના આગેવાનો તથા અનેક શુભચિંતકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

નર્મદા કિનારે વસેલા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે ૧૮ ગામ માછી સમાજ યુવા સંગઠન” દ્વારા ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ૧૮ ગામ માછી સમાજ યુવા સંગઠન દ્વારા ૪-૧-૨૦૨૬ થી ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજ થી પ્રારંભ કરવામા આવ્યો હતો.આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભાલોદ ગામના સબ સ્ટેશન નજીકના મેદાન ખાતે યોજાશે.૧૮ ગામ માછી સમાજ યુવા સંગઠંન દ્રારા આ  ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે.ઝઘડીયા તાલુકા તેમજ આસપાસના વિસ્તારોના ૧૮ ગામો માંથી માછી સમાજની વિવિધ ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

૧૮ ગામ માછી સમાજ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો,તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું તેમજ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. રમતગમત થકી સ્વસ્થ જીવનશૈલી અને શિસ્તનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.

ટૂર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે આયોજક સમિતિના સભ્યો દ્વારા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને રમતને રમતની ભાવનાથી રમવા અપીલ કરવામાં આવી હતી. ખેલાડી માટે   પીવાના પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

આ ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈને ભાલોદ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના સભ્યો મેદાન પર હાજર રહી ખેલાડીઓનું મનોબળ વધારી રહ્યા છે.જેનાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવસમાન માહોલ સર્જાયો છે ૧૮ ગામ માછી સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભાલોદ ગામ માટે ગૌરવરૂપ બન્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!