નો મેપિંગને લઈને મતદારોને આપવામાં આવેલ નોટિસના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત

SHARE:

– આજે જ નિરાકરણ નહીં આવે તો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી

– ૧,૦૪,૨૯૯ મતદારોને નોટિસ આપવા સામે ૫૨ હજાર મતદારોના ડોક્યુમેન્ટ આવ્યા : નાયબ ચૂંટણી અધિકારી

ભરૂચ,

ભરૂચ SIR ની કામગીરી દરમ્યાન નો મેપિંગ અને લોજેસ્ટિકને લઈને મતદારોને આપવામાં આવેલ નોટિસના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી કામગીરી મતદાન મથકે કરવામાં આવે તેવી માંગ કરવામાં સાથે નિરાકરણ નહીં આવે તો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ જીલ્લામાં SIR ની કામગીરી પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં એક લાખ કરતાં વધુ મતદારોને નો મેપિંગ અને મતદારોને અપાતી નોટિસ બાબતે ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા,શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન તડવી, પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા અને કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાને રજૂઆતમાં જણાવ્યું હતું કે મતદારોના મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે.જેના કારણે વયવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડે છે.જે મતદારોએ બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસ માંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે.કલેક્ટરને રજૂઆત દરમ્યાન કોંગ્રેસી આગેવાને આ મુદ્દે આજે જ નિરાકરણ નહીં આવે તો અમારે રોડ પર ઉતરવું પડશેની ચીમકી ઉચ્ચારી હતી.આ બાબતે નાયબ ચૂંટણી અધિકારી પ્રદીપ જાખડે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાની પાંચેય વિધાનસભાના ૧,૦૪,૨૯૯ મતદારોના નો મેપિંગ થતા મતદારોને નોટિસ આપવામાં આવી છે તેની સામે ૫૨ હજાર જેટલા મતદારોના ડોક્યુમેન્ટ આવી ગયા છે.સિસ્ટમમાં જે ડેટા છે જેમાં નામ અને અટકમાં ફેરફાર આવી રહ્યા છે તેવા મતદારોના ડોક્યુમેન્ટ લેવામાં આવી રહ્યા છે અને જરૂર પડે તેવા જ મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!