ઝઘડિયાની નાઈટ્રેક્સ કંપનીમાં કામદારોની પડતર માંગણીઓને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પર બેઠા

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ત્રણ વર્ષથી ઉપરના કામદારોને કાયમી કરવા ઓવર ટાઈમ ડબલ આપવા પગાર વધારો કરવા મેડીક્લેમ આપવા બોનસ આપવા સહિતની ૧૩ જેટલી માંગણીઓ સાથે કામદારો સાથે ધારાસભ્ય ધરણા પર બેઠા છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં વારંવાર કામદારો ના થતા શોષણના લીધે કેટલાક કામદાર સંગઠનો કંપની સામે ધરણા પણ બેસતા હોવાની ઘટનાઓ બનતી રહે છે, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઈટ્રેક્સ કેમિકલ કંપનીના કામદારોની પણ છેલ્લા કેટલા સમયથી પડતર માંગણીઓ સંતોષાથી નથી અને કામદારો માંથી અવાજ ઊઠી રહ્યો છે કે કંપની દ્વારા તેઓનું શોષણ કરવામાં આવે છે,આ જ બાબતને લઈ આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કામદારો સાથે કંપની ગેટ બહાર જ ધારણા પર બેઠા છે, કામદારોની માંગણી છે કે ત્રણ વર્ષથી ઉપરના કામદારને પરમેનન્ટ કરવામાં આવે,ઓવર ટાઈમ ડબલ આપવામાં આવે, ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીના કામદારોને વીસ હજાર, પાંચ વર્ષથી દશ વર્ષ સુધીના કામદારોને  ૨૫ હજાર તેમજ દસ વર્ષથી ઉપરના કામદારને ત્રીસ હજાર પગાર આપવાની માંગણી કરી છે, ઉપરાંત ગ્રેજ્યુટી આપવા, મેડિક્લેમ આપવા, લીવ આપવા, બોનસ ૮.૩૩ % લેખે આપવા તેમજ પીએફ ૧૨% પગારમાંથી તેમજ ૧૩% કંપની તરફથી આપવા બાબતની માગણી કરી છે, આ ઉપરાંત સેફટી બાબતે તેઓએ જણાવ્યું હતું કે નવા વર્કરને કંપનીમાં આવવાની સાથે જ તેમાં સેફટી ના સાધનો આપવા તેમજ દર છ મહિને સેફટી શુઝ આપવા, કામદારોની ફરજ માં આવતું કામ સિવાય બીજું કામ સોંપવું નહીં, હાઉસ સ્કીપિંગના વર્કરો હોવા છતાં પણ ઓપરેટરો પાસે કંપનીની સાફ-સફાઈ કરાવવામાં આવે છે, ગટરો સાફ કરવામાં આવે છે, કલર કામ કરાવવામાં આવે છે જે થવું જોઈએ નહીં, પ્લાન્ટમાં નોક્સ લાગે છે ત્યારે સોડા માટે પહેલા જીએમ ની પરમિશન લેવી પડે છે એ થવું જોઈએ નહીં, કારણકે નોક્સ લાગવાના કારણે વર્કરો જીવ પર ગુમાવી શકે છે, પ્લાન્ટનો વર્કર મશીનરીમાં પ્રોબ્લેમ હોય અને તમને જાણ કરે તો એ વાતને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવે અને એ પ્રોબ્લેમ સોલ્વ ના થાય ત્યાં સુધી પ્લાનને બંધ કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે કામદારો તેમની આ માંગ પૂરી કરવાની માંગણી કરી રહ્યા છે, જેમાં આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ તેઓને સપોર્ટ જાહેર કરી તેઓ પોતે નાઈટ્રેટ કંપનીના ગેટ બહાર ધરણા પર બેઠા છે, આશરે ચાર વાગ્યા બાદ ધારાસભ્ય તથા કામદારના ધારણા શરૂ થયા હતા આ લખાય છે ત્યાં સુધી પણ કામદારો સાથે ધારાસભ્ય ઘરણા પણ બેઠા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!