(વિજય વસાવા,નેત્રંગ)
ઝઘડિયાના ઘારાસભ્યની રજુઆત બાદ નેત્રંગ તાલુકામાં કરજણ ડેમ માંથી કરજણ-વાડી ઉવહન સિંચાઈ યોજના થકી પિયત ખેતી માટે હાલ ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.ત્યારે નેત્રંગ ગ્રામપંચાયતના વહીવટકર્તાઓ થકી નગર માંથી વહેતી અમરાવતીનદી પરના ચેક ડેમના દરવાજાઓ બંધ કરવાનો સમય નથી.
નેત્રંગ નગર સહિત તાલુકા ભરના ગ્રામ્ય વિસ્તારોમાં પિયત ખેતી કરવા માટે સિંચાઈની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.તેમજ દર ઉનાળાની સિઝનમાં પાણીની ગંભીર સમસ્યાઓ ઠેરઠેર જોવા મળે છે. જેને દયાન પર લઈને સરકાર થકી તેના નિવારણ માટે કરોડો રૂપિયાની લાગતથી કરજણ-વાડી ઉદવહન સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે.જેના થકી ખાડી કોતરોમાં પાણી છોડી ગરીબ આદિવાસી ખેડુતો પિયત ખેતી કરી આર્થિક રીતે નિર્ભર બને તેમજ જળસંચય પર ભારે ભાર મુકીને નદી નાળાઓ પર ચેકડેમોથી લઈને અનેક પ્રકારે જળસંચય થાય તે માટે અથગ પ્રયત્નો થઈ રહ્યા છે.
તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ તાલુકાના આદિવાસી ખેડુતોને મળી રહે અને હાલમાં શિયાળની રૂત્રુમાં ખેડુતોને સિંચાઈનો લાભ મળી રહે તે માટે ઝધડીયાના ધારાસભ્ય રીતેષ વસાવાએ જળ પરિવહન મંત્રીને આ વિસ્તારમાં પાણી છોડવાની રજુઆત કરાતા ચાલુ માસથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યુ છે.ત્યારે નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદી (ખાડી) પર રાજય સરકાર થકી ત્રણથી ચાર ચેકડેમો બનાવવામાં આવ્યા છે.જેમાં કેટલાક ચેકડેમો જર્જરીત થયેલ છે.જેના રીપેરીંગ માટે બાબતે આજ દિન સુધી ગ્રામપંચાયત વહીવટકર્તાઓએ ધ્યાન પર લીધેલ નથી,જ્યારે જુના નેત્રંગ વિસ્તારમાં પંચાયત વારીગુહ પાસે આવેલ ચેકડેમનો જમણી તરફનો ભાગ તુટી ગએલ છે,તેમ છતાં ચેકડેમના દરવાજા બંધ થયા તો ખાડી કિનારાના ખેડુતોને સિંચાઈનો લાભ મેળવી શકે જળસંચય શરૂ એવુ થઈ શકે તેમ છે.
ઘારાસભ્યે ખેડુતોના હિતને ધ્યાન પર લઈ સરકારમાં રજુઆત કરતા જાન્યુઆરી માસથી ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બેઠેલા વહીવટકર્તાઓ ગરીબ આદિવાસી ખેડુતો આર્થિક રીતે પગભર થાય તે બાબતને ધ્યાન પર નહિ લેતા,હાલતો પાણી બેફામ પણે વહી રહ્યુ છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે ચેકડેમો રીપેરીંગ બાબતે ભંડોળના હોય તેમજ ખાડી કોતરો ઉંડા કરવા માટે સરકાર પાસે આર્થિક સહયોગ માંગી તાલુકાના ખેડુતો પિયત ખેતી કરી શકે તેમજ આવનાર ઉનાળાની સિઝનમાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે ગામે ગામના પદાધિકારીઓ સજાગ બને તેવું તાલુકાની પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.




