નેત્રંગની પુત્રવધુએ પીએચડીની પદવી મેળવી

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ નગરના કુણાલકુમાર હસમુખભાઈ ઉર્ફે પાણીવાળા પટેલના પત્ની જેઓ સુરત ખાતેની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના જ્યોતિ દલાલ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં સહાયક પ્રાદયાપિકા તરીકે ફરજ બજાવતા ડૉ.દિવ્યા કુણાલકુમાર પટેલે સાર્વજનિક યુનિવર્સિટી માંથી સફળતા પૂર્વક ડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચડી) ની પદવી પ્રાપ્ત કરી છે.તેમના ડોક્ટરલ સંશોધનનું શિર્ષક ભારતીય શેર બજારમાં કેલેન્ડર એનમલીઝનો અભ્યાસ હતું.આ સંશોધન ડૉ.જીમી એમ કાપડીયા (રિસર્ચ ગાઈડ) તથા ડૉ પુજા પટેલ (કો ગાઈડ) ના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ પુર્ણ કરવામાં આવ્યુ હતું.ડૉ દિવ્યા પટેલે પીએચડીની પદવી મેળવી નેત્રંગ નગર સહિત પટેલ સમાજનું ગૌરવ વધારતા આનંદ ની લાગણી ફરીવળી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!