વિવિધ સ્પર્ધાઓમાં પ્રાથમિક શાળા જૂના નેત્રંગના ત્રણ બાળકો ઝળક્યા

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)      

પ્રાથમિક શાળામાં લેવાતી વિવિધ સ્પર્ધાઓ ક્લસ્ટર,તાલુકા,જિલ્લા,ઝોન તેમજ રાજ્યકક્ષાએ તબક્કાવાર યોજાય છે.ચાલુ વર્ષે નિપુણ ભારત વાર્તા સ્પર્ધામાં ક્લસ્ટર તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી પ્રાથમિક શાળા જૂના નેત્રંગની ધો.4 ની વિદ્યાર્થીની શ્રીયાબેન વસાવા જિલ્લાકક્ષાએ દ્વિતીય ક્રમાંક મેળવી શાળા પરિવાર તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.આ જાણીને     શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન વસાવા અત્યંત આનંદની લાગણી અનુભવી હતી.સાથે જ ખેલ મહાકુંભમાં તાલુકા તેમજ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આકાશ વસાવાના માર્ગદર્શન હેઠળ રાઠોર રવિએ રાજ્યકક્ષાએ ઉંચીકૂદમાં તા.20/1/26 ના રોજ  ભરૂચ જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.તા.24/1/26ના રોજ યોહાન કોટવાળીયા ધો.5 રાજ્યકક્ષાએ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.ત્રણેય બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા શાળાનું ગૌરવ વધાર્યું હોય સમગ્ર શાળામાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!