ભરૂચ નગરપાલિકા ખાતે PM SVANidhi યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન મંજૂરીના ચેક વિતરણ કરવામાં આવ્યા

SHARE:

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા ખાતે PM SVANidhi યોજના અંતર્ગત લોન મંજૂરી પત્ર વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાય હતો.જેમાં લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

PM SVANidhi યોજના હેઠળ ભારતભરમાં ૧ લાખ ભારતીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડના શુભારંભ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તિરુવનતમપુરમ કેરળ ખાતે યોજવામાં આવેલ જેને અનુરૂપ ભરૂચ નગરપાલિકાના NULM વિભાગ દ્વારા ભરૂચ નગર પાલિકા સભાખંડ ખાતે PM Swanidhi યોજના હેઠળના લાભાર્થીઓને યોજના અંગે માહિતગાર કરવાના હેતુસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં લાભાર્થીઓને ૧૫૦૦,૨૫૦૦૦ અને ૫૦૦૦૦ ની લોનની મંજૂરી મળેલ લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવતા ૧૫ જેટલા લાભાર્થીઓને સમાજ કલ્યાણ શાખા ચેરમેન નિશા વસાવા,લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષી અને ચુંટાયેલા સભ્યોના વરદ હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રોગ્રામમાં ૨૦૦ થી પણ વધારે શેરી ફેરીયાઓ હાજર રહ્યા હતા.જેઓને PM SVANIDHI યોજના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ક્રેડિટ કાર્ડ વિશેની પૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના NULM સ્ટાફ તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!