ઝધડિયા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

SHARE:

– જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ફરજ વચ્ચે લોકશાહીની મતદાનની ફરજ 

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)

ભરૂચમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ જવાનો માટે વિશેષ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આ કર્મચારીઓ પોતાનો મતાધિકાર થી વંચિતના રહે તે માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી.મતદાન પ્રક્રિયા ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ખાતે આવેલી નિર્ધારિત ફેસીલીટેશન સેન્ટર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.વહેલી સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ સભ્યો મતદાન કરવા માટે હાજર રહ્યા હતા અને નિયમોનું પાલન કરીને પોતાનો મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી હતી.સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.ચૂંટણી ફરજ દરમ્યાન પણ પોતાના લોકશાહી હક્કનો ઉપયોગ કરવા માટે જવાનોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!