best news portal development company in india

અંકલેશ્વરના MY ECO ENERGY પંપ પર થી ભેળસેળ યુક્ત ડીઝલ વેચાણનો પર્દાફાશ કરતી પોલીસ

SHARE:

– ભરૂચ એલસીબી પોલીસે ખોટા બિલો બનાવી ગેરકાયદેસર રીતે ભેળસેળ યુક્ત ડીઝલ વેચવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

– પોલીસે ટેન્કર અને અંડર ગ્રાઉન્ડ ટેન્કમાં ભરેલ ૩૫ હજાર લીટર ઉપરાંત શંકાસ્પદ પ્રવાહી જપ્ત કર્યું : પોલીસે ઘટના સ્થળેથી ૫ આરોપીઓની અટકાયત કરી

– ટેન્કર,શંકાસ્પદ પ્રવાહી જથ્થો અને મોબાઈલ મળી ૪૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો : પંપ માલિક સહિત અન્ય એક મળી બે ને વોન્ટેડ જાહેર કરાયા

ભરૂચ,

ભરૂચ એલસીબી પોલીસે ખોટા બિલો બનાવી ગેરકાયદેસર રીતે ભેળસેળ યુક્ત ડીઝલ વેચવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ કરી ૩૫ હજાર લીટર ઉપરાંત શંકાસ્પદ પ્રવાહી સાથે ૫ આરોપીઓની અટકાયત કરી  ૪૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તો પંપ માલિક સહિત અન્ય એક મળી બે ને વોન્ટેડ જાહેર કરાયા હતા.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી બિન આધિકૃત તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.આ દરમ્યાન પોલીસ સબ ઈન્સપેક્ટર, ડી.એ.તુવર ટીમ સાથે પેટ્રોલિંગમા હાજર હતા તે સમયે ટીમને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ “નેશનલ હાઈવે નં-૪૮ અંક્લેશ્વર થી ભરૂચ તરફ જતા રોડ ની બાજુમાં મહાદેવ હોટલ પાસે આવેલ MY ECO ENERGY (VISHINE FUEL STATION) પંપમાં ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોમાં વપરાતું જવલનશીલ પ્રવાહી મંગાવી તેની ભેળસેળ કરી સસ્તા ભાવનું જણાવી પોતાના આર્થિક ફાયદા સારૂ આવતા જતા વાહનોમાં ઈંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે અને હાલ એક ટેન્કર નંબર GJ-12-BT-5152 માંથી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી પંપના ટેંકમાં ખાલી થાય છે જેથી નાયબ પોલીસ અધિક્ષક અનિલ સીસારા તથા એફ.એસ.એલ તથા ટીમ દ્વારા રેઈડ કરતા આ શંકાસ્પદ વાહન મળી આવેલ અને સદર વાહનમાં પ્રવાહી હાઈડ્રોકાર્બન ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ હોય જે ફક્ત ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં જ લઈ શકાય તેમ લખેલ હોય જેને સ્ટોરેજ ટેન્કમાં મિશ્ર કરી બિનઅધિકૃત રીતે ભેળસેળયુક્ત ઈંધણ વેચતા હોવાનું જણાય આવેલ અને પંપના મેનેજર પાસેથી આ ટેન્કરનું એક અલગ જ ઈ-વે બિલ અને ઈન્વોઇસ મળી આવેલ જેને ચેક કરતા તેણે આ પ્રવાહી Renewable Hydrocarbon (Indizel)-HVO જણાવેલ, આમ અલગ-અલગ બિલો બતાવી ગુનાહિત કાવતરૂ રચી ગ્રાહકો તથા સરકાર સાથે ઠગાઈ કરનાર ટોળકીના પ ઈસમો હિતેન કાનકડિયા,રાહુલ સહાની,અંકિત સિંઘ,અલ્પેશ પરમાર અને નવીન ઠાકોરને ઝડપી પાડયા હતા.

પોલીસે ઘટના સ્થળ પરથી ટેન્કર અને અંડર ગ્રાઉન્ડ ટેન્કરમાં ભરેલ ૩૫,૭૮૬ લીટર શંકાસ્પદ પ્રવાહી જેની કિંમત ૩૧,૪૯,૧૬૮ તથા ટેન્કરની કિંમત ૧૦ લાખ તેમજ ૭ મોબાઈલની કિંમત ૩૭ હજાર મળી ૪૧,૮૬,૧૬૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જેરી  રેડ દરમ્યાન હાજર નહી મળી પેટ્રોલ પંપ માલીક બિવેશ સિંઘ તથા ઈંધણ મોકલનાર તેમજ ખોટા બિલો બનાવનાર આરોપીઓ રાધુ ડાંગરને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!