ઓપરેશન મ્યુલહંટ હેઠળ ૪૮ લાખની સાયબર ઠગાઈ કરનાર બે આરોપીને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા

SHARE:

ભરૂચ,

ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલહંટ અંતર્ગત ભરૂચ જિલ્લાની પાલેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.પોલીસે ૪૮.૫૪ લાખની સાયબર ઠગાઈના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગનો ભાગ હતા.

પાલેજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ.એ. ચૌધરીની ટીમે આ મામલે તપાસ હાથધરી હતી. ભારત સરકારના ઈન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ૧૬ સાયબર ફરિયાદોના ડેટા વિશ્લેષણ દરમ્યાન પાલેજ વિસ્તારમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટ્સની માહિતી મળી હતી.જે બાદ પોલીસે તપાસ કરતા તપાસમાં સામે આવ્યું કે HDFC અને બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ્સ મારફતે આરોપીઓ હિફઝલ મોહમ્મદ પોલા, નોશીનાબાનુ મિયા અહમદ શેખ અને અયાનખાન ઐયુબખાન પઠાણ દ્વારા દિલ્હી, તેલંગાણા અને કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં મદદ કરી હતી.કુલ ૪૮,૫૪,૦૨૭ ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું નોંધાયું છે.

આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે વોન્ટેડ આરોપી અયાનખાન ઐયુબખાન પઠાણને ઝડપી પાડવા કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!