પોસ્કો કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા તથા ૮૦,૦૦૦ દંડ ફટકારતી રાજપીપલા કોર્ટ 

SHARE:

– સગીર કન્યાનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારવાની ઘટના 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલેલ પોકસો કેસના આરોપી શાંતિલાલ મુલજીભાઈ વસાવા રહે.સામરપાડા (ચપાવી) તા.ડેડીયાપાડાને ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૭૬,૫૦૬ (૨) તથા પોકસો અધિનિયમ કલમ-૪,૬ મુજબના શીક્ષાપાત્ર ગુનાના કામે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારદાર દલીલો નામ અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસ-સ જજ એ.વી.હીરપરા સાહેબે આરોપીને ઈ.પી.કોડ કલમ- ૩૬૩,૩૭૬(૨)(૩) (એન),(જે) ૫૦૬(૨)તથા પોકસો એકટ કલમ ૪ અને ૬ ના ગુના સબબ આજીવન  કેદ તથા રૂ.૮૦,૦૦૦ દંડ, તકસીરવાર ઠેરવી રૂ. ૨,૦૦,૦૦૦(૨ લાખ) વળતરનો હુકમ આજરોજ ફરમાવેલ છે. 

કેસની વિગત પ્રમાણે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની ભોગ બનનાર દીકરી ઉ.વ.૧૪ વર્ષ ૯ માસને આરોપીએ લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કુનબાર ગામેથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી ભોગબનનાર ને અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ ભોગબનનાર સાથે આરોપીએ અવાર નવાર બળજબરી થી બળાત્કાર કરી ગુનો કરેલ.સદર કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એ.વી.હિરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તરફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે.ગોહીલે ફરીયાદીપક્ષ સાહેદો સાયન્ટીફિક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખીઆરોપીને ગુનેગાર ઠેરવી ચુકાદો આપી આજીવન કેદની સજા સાથે રૂ.૮૦,૦૦૦ દંડ, સાથે રૂ.૨ લાખ વળતરનો હુકમ ફરમાવેલ છે.રૂ.૮૦,૦૦૦ દંડ ભરે તો એ માંથી ૫૦,૦૦૦ ભોગબનનાર ને ચુકવવાનો હુકમ કરેલ છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!