ભરૂચ પાલિકાના ચાર વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ આજે તા.18 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના વોર્ડ નં. 1, 2, 9 અને 10ના વિસ્તારો માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન છીપવાડા શાળામાં કરવામાં આવ્યું હતું. 

સવારના 9 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમમાં પાલિકાના વહિવટ દાર અને પ્રાંત અધિકારી મનીષા મનાણી,પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ,સિટી મામલતદાર નિકુંજ સાવલા સહિતના પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ સેવાસેતુ કાર્યક્રમ સાંજના 5 વાગ્યા સુધી ચાલનાર છે.જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી.આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન આવક, જાતિ, ક્રિમિલેયર અને ડોમિસાઈલ દાખલા, રાશનકાર્ડ સંબંધિત અરજીઓ, આધાર કાર્ડ સહિત વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સમાજ કલ્યાણ વિભાગની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિજાતિ તેમજ અન્ય પછાત વર્ગોની યોજનાઓનો લાભ પણ નાગરિકોને અપાયો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓ,વરિષ્ઠ નાગરિકતા અને દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશિપ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય જેવી 56 સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ રીતે સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતો અસરકારક સાબિત થયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!