નર્મદા પરિક્રમાં શનિ – રવિ રજામાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ આવતા અવ્યવસ્થા : રેંગણથી રામપુરા ઘાટ સુધી આવવા માટે ધક્કામુક્કીનાં દ્રશ્યો 

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

નર્મદા પરિક્રમાં એક તરફ ગરમીનો માહોલ વધી રહ્યો છે તો તરફ પરિક્રમાંવાસીઓનો ધસારો વધતો જઈ રહ્યો છે ત્યારે નર્મદા પરિક્રમાં માં શનિ રવિ રજામાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટતા અવ્યવસ્થા સર્જાતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.

એક સાથે લાખો શ્રધ્ધાળુ આવી જવાના કારણે રેંગણથી રામપુરા ઘાટ સુધી આવવા માટે.બોટમાં બેસવા માટે લોકોને આકરી ગરમીમાં 2 કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી.પરિક્રમા દરમ્યાન પ્રથમ વખત એક સાથે 50 મુસાફરોને એક કિનારેથી બીજા કિનારે લઈ જઈ શકે તેવી ગોવાથી 15 સ્પીડબોટની સુવિધાકરવામાં આવી છે.

પરિક્રમાવાસીઓની સંખ્યાની સામે બોટ ઓછી પડવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી.બોટમાં બેસવા માટેલોકોની ધકકામુકકી કરતાંનજરે પડયાં હતાં.આ પરિક્રમાંએક મહિનો ચાલવાની છે.જેમાંલાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે.જ્યારે ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતી હોય છે.નર્મદાની પંચકોશી પરિક્રમા કરનારા લોકોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.શનિવાર અને રવિવારની રજામાં સુરતથી જ પરિક્રમાવાસીઓની 35 લકઝરી બસો આવી હતી.આ ઉપરાંત વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને પુણે થી ભક્તો આવ્યા હતા.પંચકોશી પરિક્રમાના અંતિમ ચરણમાં રેંગણથી નાવડીમાં બેસીને રામપુરા આવવું પડતું હોય છે.પરિક્રમાવાસીઓની સંખ્યાની સામે બોટ ઓછી પડતાં ધકકામુકકી થઈ હતી. એક બોટમાં ચઢતી વેળા વૃધ્ધ નીચે પાણીમાં પડી ગયાં હતાં પણ પાણી ઓછુ હોવાથી તેમનો બચાવ થયો હતો.

નર્મદા જિલ્લામાં બપોરે તાપમાનનો પારો 35 થી 40 ડિગ્રી વચ્ચે હાલ રહે છે અને 12 વગ્યા પછી તાપ વધતો હોય છે. અગાઉના વર્ષોમાં ગરમીમાંપરિક્રમા દરમિયાન લોકો બેહોશ થઇ જતાં હોવાના બનાવો બન્યા હતા. જેના પગલે છેલ્લા ત્રણવર્ષથી પરિક્રમાની પેટર્ન બદલાઈ છે.પરિક્રમાવાસીઓ રાત્રિના 12 કીડીમંકોડી ઘાટ વાગ્યાથી ખાતેથી પરિક્રમા શરૂ કરે છે. 21 કિમીની આ પરિક્રમા લગભગ ચારથી પાંચ કલાકમાં પૂર્ણ થઈ જાય છે.શનિવારની રાત્રિએ પરિક્રમાવાસીઓની સંખ્યા વધી જવાથી રેંગણથી રામપુરા આવવા માટે લોકોને 2 કલાક બોટની રાહ જોવી પડી હોવાથી પરિક્રમા પૂર્ણ કરતાં 6 કલાકથી વધુનો સમય લાગ્યો હતો.એ ઉપરાંત બોટનું ભાડુ પણ વધારે લેતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!