– સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલવાનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી
ભરૂચ,
ભરૂચની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેને શાળાએ મુકવા તથા ઘરે લાવવાનું કામ કરતાં સ્કૂલવાનના ડ્રાઈવરે દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જે ચકચારી મામલામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલવાનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ અંગે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધવામાં હતી.જેમાં ભરૂચ તાલુકાના હલદર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાનચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરતો હતો.સગીરા હોવા છતાં આરોપીએ તેની ઉપર અનેક વખત અત્યાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે.આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને કેફિયત આપતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.જેથી પરિવાર દ્વારા તરત જ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ,દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના સમયમાં ન તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.આરોપીએ સગીરાને લોભામણી લાલચ દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચાર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.




