ભરૂચ આરટીઓના કર્મચારીઓ સાથે ટ્રક માલિક અને તેના મળતિયાઓએ મુલદ ચોકડી નજીક હુમલો કર્યો

SHARE:

– મળતિયાઓએ પૈકીની મહિલાએ કર્મચારીની ફેટ પકડી કેમ અમારી છેડતી કરો છો તેમ કહી ઝાપટો મારી 

– તમે અમોને જ ટાર્ગેટ કરો છો અમોને જ મેમો આપો છો તેમ કહી ગાળા ગાળી કરી કર્મચારીની આંગળી મરડી નાખી અને ધમકી આપી કે એસીબીમાં ફસાવી દઈશું 

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ આરટીઓ કચેરી ખાતે સહદેવસિંહ ભરતસિંહ જાડેજા નાઓ સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે છેલ્લા છ વર્ષથી ફરજ બજાવે છે.ગત તા.૪.૪.૨૬ ના રોજ સહદેવસિંહ જાડેજા તથા તેમનો ડ્રાઈવર જયેશ પટેલનાઓ હાઈવે ઉપર ફરજ પર હતા.તે દરમ્યાન વડોદરા – સુરત તરફના ટ્રેક ઉપર એક ડમ્પર આવતા તેઓએ તે ડમ્પરને ઉભું રાખવા ઈશારો કરતા તેનો ચાલક દ્વારા રોડ પર ડમ્પર ઊભું રાખી ત્યાંથી ભાગી ગયો હતો.ત્યાર બાદ આરટીઓ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હતા અને અન્ય જગ્યા મુલદ ટોલનાકા પાસે ઉભું રખાવેલ ડમ્પર ચાલક વાહન લઈને અંકલેશ્વર તરફ ભાગવા જતો હતો.ત્યારે તેનો પીછો કરતા અને તેને ઉભું રાખવા આરટીઓ કર્મચારીએ પ્રયત્ન કરેલ પરંતુ તેને ડમ્પર ઊભું રાખેલ નહીં અને પૂર ઝડપે ચલાવી ડમ્પર ચાલકે તેનું ડમ્પર મુલદ નજીકની વિકાસ હોટલના કમ્પાઉન્ડમાં ડમ્પર મૂકી ભાગી ગયેલ.ત્યાર બાદ આશરે સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં એક મોટરસાયકલ જીજે ૧૬ ડીએલ ૧૬૨૦ પર અજાણી વ્યક્તિ આવેલ અને આરટીઓ કર્મચારીને પૂછવા લાગેલ કે ગાડી કેમ ઉભી રાખેલ છે? જેથી તેમણે વ્યક્તિને કહેલ કે હું તને ઓળખતો નથી તમે આ ડમ્પરના ડ્રાઇવરને બોલાવો, મારે વાહન ચેક કરી તેમાં ભરેલ માલ વજન અને રોયલ્ટી ચેક કરવાની છે,તેમ કહેતા તે વ્યક્તિ ગાળો બોલી બાઇક લઇ ત્યાંથી જતો રહ્યો હતો અને પછી દશ પંદર મિનિટ બાદ એક ફોરવીલ જીજે ૧૦ ડીઆર ૭૧૮૮ લઈને તે બાઈક ચાલક આરટીઓ કર્મચારી પાસે આવેલ, જેમાંથી એક પુરુષ એક મહિલા ઉતરેલ જેમાંથી ઉતરેલ પુરુષને આરટીઓ કર્મચારી સહદેવસિંહ નાઓ તેને મિલન ભીમાણી નામથી ઓળખતો હતો.જ્યારે તે વાહન વિરુદ્ધ કાર્યવાહી કરતા હતા ત્યારે મિલન ભીમાણી નામના વ્યક્તિએ તેમને ધમકી આપી હતી અને જો તમે કાર્યવાહી કરશો તો અમે તમને એસીબીના કેસમાં ફસાવી દઈશ અને ત્યાર બાદ તેણે વોઈસ નોટ બનાવી આરટીઓ કર્મચારીને બદનામ કરવાના ઈરાદે વોટ્સએપ પર વાયરલ કરી હતી.ત્યાર બાદ મિલન ભીમાણીએ મોબાઈલ કાઢીને વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ અને કહેતો હતો કે તમે આજે અમોને ટાર્ગેટ કરો છો,અમોને જ મેમો આપો છો, તેમ કહી તમને ખોટા ગુનામાં સંડોવી ને એફઆઈઆર કરવાની ધમકી આપવા લાગેલી,જેથી આરટીઓ કર્મચારી સહદેવસિંહ જાડેજાએ તેમને સમજાવ્યું હતું કે અમે કોઈ ટાર્ગેટ કરતા નથી તેમ સમજાવતા મિલન ભીમાણી કહેતો હતો કે શાંતિ રાખ કહી ગાળો આપવા લાગેલ જેથી આરટીઓ કર્મચારી છીએ તેને સમજાવવા જતા આંગળી નીચી રાખીને વાત કર તેણ કહી કર્મચારીની આંગળી પકડી મરડી નાખી હતી અને ત્યારબાદ મિલન ભીમાણીએ આરટીઓ કર્મચારી સહદેવનું ગળું પકડી રાખેલ તે સમય દરમિયાન તેમની પાસે સરકારી બોડી વોર્ન કેમેરો જે ચાલુ હતો તે ઝુટવી લીધેલ અને જે પરત આપેલ ન હતો.ત્યાર બાદ મિલન ભીમાણીએ ગાડીમાં બેસેલ મહિલાને આરટીઓ કર્મચારી પર હુમલો કરવાનું કહેતા મહિલા ગાડી માંથી ઉતરી કહેતી હતી કે કેમ અમારી છેડતી કરો છો,એવા ખોટા આક્ષેપ કરીને આરટીઓ કર્મચારી સહદેવસિંહ ની ફેટ પગડી ઝાપટો મારવા લાગેલ હતા ત્યાર બાદ મિલન ભીમાણીએ આરટીઓ કર્મચારીને લાતો મારવાની કોશિશ કરતા તેમના ડ્રાઈવર જયેશ પટેલ તેમને બચાવી મિલન ભીમાણીને પકડી લીધો હતો.ત્યાર બાદ બાઈક પર આવેલા ઈસમ મહિલા અને મિલન ભીમાણી તેમની ગાડીમાં બેસીને બાઈક ત્યાં જ મૂકી જતા હતા.ત્યારે બોલતા હતા કે તમારા વિરુદ્ધ છેડતી ની ફરિયાદ કરવા જઈએ છીએ તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા, તે દરમિયાન જયેશ પટેલે તેમની પાસેથી સરકારી બોડી વોર્ન કેમેરો પરત લઈ લીધો હતો અને સરકારી કર્મચારીઓએ ૧૧૨ પોલીસ વાન ને ફોન કરી મદદ માટે બોલાવ્યા હતા. જે ધટના સંદર્ભ ભરૂચ આરટીઓ કચેરીના સહાયક મોહન મોટર વાહન નિરીક્ષક સહદેવસિંહ ભરતસિંહ જાડેજાએ (૧) મિલન ભીમાણી (૨) મોટરસાયકલ ચાલાક તથા (૩) અજાણી મહિલા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!