ભરૂચ જીલ્લામાં 22 સેન્ટરો પરથી ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રીનું ડીસ્પેચ કરાયું : 336 બેઠકો માટે 10.86 લાખ જેટલા મતદારો 956 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા,તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દઈ 22 સેન્ટરો પરથી 1353 મતદાન મથકો પર ઈવીએમ સહીતની સામગ્રીને ડીસ્પેચ કરવામાં આવી હતી.

આવતીકાલે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે જેમાં કુલ 336 બેઠકો માટે 10.86 લાખ જેટલા મતદારો 956 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે.આ પ્રક્રિયા માટે ભરૂચ જીલ્લાના 22 સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફને ઈવીએમ ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ચૂંટણી અંતર્ગત ભરૂચ જીલ્લાની અંકલેશ્વર, ભરૂચ, જંબુસર અને આમોદ એમ ચાર નગરપાલિકાના 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે.આમાં અંદાજે 2.19 લાખ મતદારો મતદાન કરશે.જયારે ભરૂચ જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.આ ચૂંટણીઓમાં કુલ 8.67 લાખ મતદારો ભાગ લેનાર છે.ભરૂચ જિલ્લાભરમાં તાલુકા અને જીલ્લા પંચાયત માટે કુલ 1134 મતદાન મથકો મળી 1353 મતદાન મથકો પર મતદાન યોજાશે જે માટે ચૂંટણીની કામગીરી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

ભરૂચની કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતે જિલ્લા,તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેમની નિમણૂકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ચૂંટણી ઓબ્ઝર્વર બી.ડી.ડવેરા ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટ્રોંગ રૂમ સહિતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે ભરૂચ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!