– આ વખતે 24 જેટલાં અપક્ષ ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણીમાં અપસેટ સર્જે તો નવાઈ : સૌથી વધુ શિક્ષિત ઉમેદવારો આપ પાર્ટીએ ઉતાર્યા
– ભાજપે એક જ પરિવાર માંથી એક કરતાં વધુ ઉમેદવારોને ટિકિટ ભાજપાના જ નિયમનો ભંગ કર્યો
– સામાન્ય સીટ ના ઉમેદવારનો હક ભાજપે છીનવીલઈ આદિવાસી ઉમેદવારોને ટિકિટ ફાળવતા રોષ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા નગરપાલિકાની 7 વોર્ડની 18 બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરાયા પછી ચૂંટણી પ્રચાર શરૂ તો થયો છે પણ 40 ડિગ્રી અસહ્ય કાળઝાળ ગરમી સામે ઉમેદવારોનો પ્રચારકાર્ય જામતો નથી પહેલાની જેમ સમર્થકોના ટોળાં હવે દેખાતા નથી. મોટા ભાગના ઉમેદવારો હજી મતદારો, સમર્થકો સાથે ખાસ દેખાતા નથી.
રાજપીપળા નગરપાલિકાની 28 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ 126 ફોર્મ ભરાયા હતા.જેમાં સૌથી વધારે ભાજપા ના 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમા હતાં તેમાંથી ભાજપના બે ઉમેદવાર બિન હરીફ ચૂંટાતા હવે 7 વોર્ડ ના 26 બેઠકો માટે ચૂંટણી 26 એપ્રિલ યોજાશે.રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેદવાર નિધિ આદિત્ય પંચાલ તથા વોર્ડ નંબર 6 ના ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેઘ્વાર શિવાની રાહુલ માછી સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તેઓ બિનહરીફ થયા છે, આમ ભાજપે ચુંટણી પેહલા જ 2 બેઠક બિનહરીફ કરી પોતાનું ખાતું ખોલાવી દીધું છે.હવે સાત વોર્ડના 28 બેઠકોની વોર્ડ વાઈઝ વાત કરીએ તો બીજા ક્રમે 24 અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં દાનમાં છે જ્યારે ત્રીજા ક્રમે. આમ આદમી પાર્ટી ના 21 ઉમેદવારો અને કોંગ્રેસના માત્ર 8 ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં છે.
આ ચિત્ર બતાવે છે કે આમ આદમી પાર્ટીને નગરપાલિકાની ચૂંટણી લડવા સાત ઉમેદવારો ન મળ્યા એનું આશ્ચર્ય કહેવાય.એ આપનું કમ નસીબ પણ કહેવાય. જ્યારે કોંગ્રેસે માત્ર આઠ ઉમેદવારો મેદાનમાં ઉતારીને ઈજ્જતના ધજાગરા ઉડાડ્યા છે.જાણે ચૂંટણી પહેલા જ પોતાની હાર સ્વીકારી લીધી હોય એમ કોંગ્રેસે 21 ઉમેદવારો ઊભા ના રાખ્યા? એ બતાવે છે કે કોંગ્રેસને ઉમેદવારો ના મળ્યા એ કોંગ્રેસ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારવા જેવી વાત છે.આ ચિત્ર કૉંગેસની નબળી નેતાગીરી અને અપરીપકવતાની નિશાની બતાવે છે.નર્મદા જિલ્લામાં ટિકિટ ફાળવામાં છેલ્લા નંબરે રહેલી કોંગ્રેસ હવે નર્મદા જિલ્લાના હંસીયામાં ધકેલાઈ ગઈ છે.એક વખતના હાક જમાવતા કોંગ્રેસના આગેવાનો ભાજપા, અને અપક્ષમાં જોડાઈ ગયા છે એનો ફટકો કોંગ્રેસને ચોક્કસ પડ્યો છે.
આ વખતે ભાજપાના ઘોડાને વિજય તરફ અટકવવા રાજકીય પાર્ટીએ આ વખતે 24 જેટલાં અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ અપક્ષો નગરપાલિકાની ચૂંટણીમાં અપસેટ સર્જે તો નવાઈ નહીં એમાં આ વખતે આમ આદમી પાર્ટી પહેલી વખત જોશ અને ઉત્સાહ સાથે 21આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભાજપને હંફાવશે એ નક્કી છે.ભાજપા ના ગઢમાં ગાબડાં આપ અને અપક્ષ પાડે તો નવાઈ નહીં. આપ માં આ વખતે સૌથી સુશિક્ષિત ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે જે આપનું જમા પાસું કહી શકાય. નગરના વિકાસમાં ભણેલા ઉમેદવારોની જરૂર છે.જોકે ભાજપે સત્તામાં રહેવા સામ દામ દંડ ભેદની નીતિ રાજકીય ચાલરમી છે એ કેટલી સફળ થશે એ તો સમય જ બતાવશે. કારણકે ભાજપે એક જ પરિવારમાંથી બે જણાને ટિકિટ નહીં આપવાનો, હોદ્દેદારોને ટિકિટ નહીં આપવાનો નિયમ ભંગ કરી ને એક પરિવાર માંથી એક કરતાં વધુ ઉમેદવારોને ટિકિટ ફાળવી અન્ય સારા ઉમેદવારોને ટિકિટ ન ફાળવી અન્યાય કર્યો છે.જે લોકો પહેલા કોંગ્રેસમાં હતાં,અપક્ષ માં હતાં એવા આયાતી ઉમેદવારને ભાજપે ટિકિટ ફાળવીને પાયાના સક્રિય કાર્યકર્તાઓ,ઉમેદવારોને નારાજ કર્યા છે. તો સામાન્ય સીટ ના ઉમેદવારનો હક ભાજપે છીનવીલઈ આદિવાસી ઉમેદવારોને ટિકિટ ફાળવી ચૂંટણી પંચે સામાન્ય સીટ ના ઉમેદવારને ચૂંટણી લડવાનો અધિકાર છીનવી લઈ પાયાના કાર્યકર્તાઓની નારાજગી વહોરી લીધી છે.તો બીજી બાજુ રાજપીપલા નગરપાલિકામાં વોર્ડ નં-૬માં સુમિત્રાબેન રાજુભાઇ રાવલજી ને આદિજાતિ અનામત બેઠક ઉપર તેમજ વોર્ડ નં-૭માં પારૂલબેન રાજુભાઇ જાદવને આદિજાતી અનામત બેઠક ઉપર ટીકીટ આપવામાં આવેલ છે. જે બીલકુલ આદિવાસી સમાજને અન્યાય કર્યો હોઈ આદિવાસી સમાજ નારાજ છે જે અંગેની પત્રિકા પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ છે જો આદિવાસી મતો નારાજ થઈ જાય તો ભાજપાને મોટું નુકસાન થઈ શકે એમ છે.જેમાં વોર્ડ છ અને સાતમાં જે પુરુષ ઉમેદવારની સીટ હતી તે માં તેમાં સ્ત્રી ઉમેદવારને ઉભી રાખવામાં આવી છે. આમ વોર્ડ છ અને સાતમાં કુલ આઠ બેઠકોમાંથી છ બેઠકો મહિલાઓને ફાળવવામાં આવી છે.અને પુરુષોના ભાગે માત્ર બે જ સીટ આવી છે જે ખરેખર પુરુષોને અન્યાય કરતા છે.આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આમ ભારતીય જનતા પાર્ટી એ 28પૈકી પુરુષોને 12 બેઠકો પર અને સ્ત્રીઓને 16 બેઠકો પર ટિકિટફાળવી વોર્ડ 6 અને 7માંથી બે પુરુષ ઉમેદવારની સીટ કાપી પુરુષ ઉમેદવારને બે સીટ ઓછી પુરુષ ઉમેદવારે ભાજપે અન્યાય કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
હવે 1થી 7 વોર્ડના ઉમેદવારો અને પક્ષને સમજવાનો પ્રયત્ન કરીએ એમાં ઘણા અપસેટ સર્જાયા છે. વોર્ડ એકમાં સૌથીવધુ કુલ 16 ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેમાં 9 અપક્ષ ઉમેદવારો છે.આપ ના 3 અને પછી બીજેપીના 4 ઉમેદવારો છે. આ વોર્ડને કોંગ્રેસે ખાલી છોડી દીધો છે.એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નથી!એટલે વોર્ડ 1માં ભાજપા, આપ અને અપક્ષ વચ્ચે જંગ ખેલાશે 9 અપક્ષો અને આપ ભાજપાના વોટ તોડશે એટલે ભાજપા માટે વોર્ડ 1 મરાણીયો જંગ બની રહે તો નવાઈ નહીં.
વોર્ડ 1 ના ઉમેદવારોની વાત કરીએ તો મહેશ સરાધ વસાવા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.અગાઉ તેઓ બીટીપી અને કોંગ્રેસમાં હતાં આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.જયારે આશિસ ડબગર બીજેપીમાંથી રીપીટ થયેલા ઉમેદવાર છે. ગયા વખતે કાનૂની વિવાદમાં અટવાયેલા વિવાદાસ્પદ બનેલા ગીતાબેન પોતે ચૂંટણી ન લડી શક્તા ભાજપે તેમના પુત્રને ઉત્કર્ષ મહેશ વસાવાને આ વખતે બીજેપીએ ચૂંટણી મેદાનમાં ઉતારી નવો જુગાર ખેલ્યો છે એ કેટલો સફળ થશે એ તો મતદારો નક્કી કરશે.જયારે આરીફ કુરેશી એક પત્રકાર છે વોર્ડ એકના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.જયારે એક જમાનામાં કોંગ્રેસ માંથી ચંપક વસાવાના નામની ધાક હતી આજે હવે તેમના પુત્ર મોહિતકુમાર ચંપક વસાવાને આપમાંથી ટિકિટ મળી છે.વોર્ડ 2માંથી ભરત વસાવા ભાઈઓના પરિવારના ગઢમાં પણ ટિકિટ મામલે તિરાડ પડી છે એમ કહી શકાય.એક પરિવાર ભાજપાથી લડે છે તોબીજો પરિવાર આપ માંથી તો એક કોંગ્રેસ અને અપક્ષમાંથી લડે છે.આમ આ પરિવાર તૂટીને જુદા જુદા પક્ષોમાં વિખેરાઈ ગયો છે.
બીજી તરફ વર્ષોથી વોર્ડ 2માં એક હથ્થું શાશન ભોગવતા ભરત વસાવા હવે પોતે આ વખતે ચૂંટણી લડી નથી રહ્યાં પણ એમના પત્ની અને પુત્રીને એક જ પરિવારમાંથી ભાજપે બે ઉમેદવારો ને ટિકિટ ફાળવી છે.તે પણ સેન્સ માં હાજર પણ રહ્યાં નથી એટલુ જ નહીં પાછળથી સેન્સ લઈ ડાયરેક્ટ ટિકિટ ભાજપે જે રીતે ટિકિટ ફાળવી છે એનો ભાજપાના જ કાર્યકર્તાઓમાં માંજ ભારે રોષ અને નારાજગી છે આ પરિવાર સત્તા માટે ક્યારેક અપક્ષ તો ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપામથી ચૂંટણી લડતા રહ્યાં છે સત્તા માટે કોઇ એક પણ પક્ષને વફાદાર રહ્યાં નથી.મતદારો એ હવે આ વાત સમજવાની જરૂર છે.વોર્ડ 2માં આજદિન સુધી ભાજપા જીત્યું નથી ત્યારે આ વખતે ભાજપા ના ચાર ઉમેદવારોની કસોટી થશે.
નગર પાલિકાની આ ચૂંટણીમાં કેટલીક નવીજોડીઓ પણ જોવા મળી છે જેમકે વોર્ડ 1માં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા મહેશ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે તો એમની દીકરી વોર્ડ 3 માં દામિની મહેશ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે આમ બાપ દીકરી ચૂંટણી મેદાનમાં છે.
જયારે ભરત વસાવાની દીકરી રિચા વસાવાને વોર્ડ 2માથી ભાજપે અને ભરત વસાવાની પત્ની ભારતીબેન વસાવા(પૂર્વ પ્રમુખ )ને વોર્ડ 3માંથી,ભાજપે એક જ પરિવારમાંથી બે જણાને ટિકિટ ફાળવી છે. વોર્ડ 2 માં સામાન્ય વોર્ડ 2માં સામાન્ય સીટ પર સામાન્ય મહીલા ઉમેદવારને ટિકિટ ન આપી તે સીટ પર આદિવાસી મહિલા ને ટિકિટ આપી સામાન્યબેઠકના ઉમેદવારનો હક ભાજપે છીનવી લીધો છે. આ મુદ્દે ભાજપા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી છે.
વોર્ડ બેના ચાર ઉમેદવારો જગદીશ તુલસીરામ કહાર, દિપકભાઈ વિક્રમભાઈ રોહિત, રીચા બેન ભરતભાઈ વસાવા, સરિતાબેન જતીનકુમાર વસાવા આ ચાર ઉમેદવારો સેન્સમાં હાજર પણ નહોતા રહ્યાં છતાં ભાજપે પાછળથી સેન્સ લઈ ટિકિટ આપી સેન્સમાં હાજર રહેનાર ઉમેદવારો ને ભાજપે અન્યાય કર્યોહોવાની ભારે ચર્ચા છે.
જ્યારે વોર્ડ 2માં 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરેશભાઈ માધુભાઈ વસાવાજેઓ માજી સૈનિક છે. એમના પરિવારે સેન્સ વખતે ભાજપામાંથી ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે ટિકિટ ના આપતા નારાજ સુરેશભાઈના પરિવાર માંથી એમના પત્ની ગીતા બેન સુરેશ વસાવાને ભાજપમાંથી ટિકિટ ના મળતા આપમાંથી ચૂંટણી લડી ભાજપાને પડકાર ફેંક્યો છે.જયારે એમની દીકરીને પણ ટિકિટ ન મળતા નિકિતાબેન સુરેશભાઈ વસાવા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ભાજપ ની સામે આવી ગયા છે. ત્યારે વોર્ડ 2માં ભાજપા માટે કપરા ચઢાણ ચઢવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વોર્ડ 2 માંથી નિવૃત્ત કાર્યપાલક ઇજનેર માણેક વસાવાની પત્ની વીણાબેન માણેક વસાવાને આપમાથી ઉભા રાખ્યા છે અને માણેક ભાઈ નંદલાલ વસાવા પોતે પણ વોર્ડ 6 માંથી આપ માંથી ઉભા રહી પતિ પત્ની જુદા જુદા વોર્ડમાંથી આપમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
વોર્ડ 3 માંકુલ 12 સભ્યો મેદાનમાં છે જે પૈકી 6 અપક્ષ, આપ 2, કૉંગેસ ઝીરો 0 ને ભાજપ ના 4ઉમેદવારો મેદાનમાં છે. જોકે આપ ને વોર્ડ 3માં 2ઉમેદવારો મળી શક્યા નહીં અને કોંગ્રેસ નો એક પણ ઉમેદવાર ચિત્રમાં નથી ત્યારે હવે સીધી ટક્ક્ક ભાજપા અને અપક્ષ વચ્ચે રહેશે.
ભાજપના ચાર ઉમેદવારોનો વિજયનો ઘોડ઼ો અટકાવવા અપક્ષના છ ઉમેદવારો મહત્વની ભૂમિકા ભજવશે.વોર્ડ 3માં પૂર્વ પ્રમુખ મહેશ વસાવાના પરિવારમાંથી દામિની મહેશ વસાવા અપક્ષ ઉમેદવાર છે.જયારે વસાવા ભારતીબેન ભરત ભાઈ ભાજપાના ઉમેદવાર છે.
વોર્ડ 4 માં કુલ 8 ઉમેદવાર છે.જેમાં આપના 3,ભાજપના 4,અને અપક્ષ ના 3 ઉમેદવારો મેદાનમાં છે. આ વોર્ડમાં પણ કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નથી. જેમાં એક વખતના કોંગ્રેસના આગેવાન કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાયા, ત્યારબાદ ભાજપા છોડીને આપમાં જોડાયા પછી હવે તેમના પુત્ર કાદરી પરવેઝ અલી ઇમ્તિયાઝ અલીને આપમાંથી ટિકિટ આપી છે.
ગયા વખતે વોર્ડ 4માં કાજલ બેન પંકિલ પટેલને ભાજપે ટિકિટ આપી હતી. આ વખતે એમના પતિ પંકિલ પટેલને ભાજપે એક જ ઘરમાંથી બીજી વાર ટિકિટ ફાળવી પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું છે.આ વખતે ફોર્મ તો કાજલબેને પણ ભર્યું હતું પણ એમને રિપીટ ન કરી એમના પતિદેવને ટિકિટ આપી છે.
વોર્ડ 5માં કુલ 13 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી
આપ 4,અપક્ષ 1,કોંગ્રેસ 4,અને ભાજપાના 4 ઉમેદવાર છે.જેમાં શિવાની પંચાલ ભાજપાના બિનહરિફ ઉમેદવાર બન્યા છે.તો પ્રજ્ઞેશ રામીને ભાજપે રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે પત્રકાર આશિક પઠાણ ને ટિકિટ આપી છે. જયારે
કાદરી ફિરોઝા બીબી ઇમ્તિયાઝ અલી આપમાંથી ઇમ્તિયાઝઅલી કાદરી આપના નેતાના પત્નીને અને પુત્ર ને વોર્ડ 3માંથી ટિકિટ ફાળવી છે આમ આપે પણ એક ઘરમાંથી બે ટિકિટ ફાળવી છે.
વોર્ડ 6 માં સૌથી ઓછા 5 ઉમેદવાર મેદાનમાં છે.જેમાંથી ભાજપાના 4 ઉમેદવાર અને એક ઉમેદવાર આપ નો છે આ વોર્ડ 6 ભાજપની સિક્યોર બેઠક ગણાતી હોવાથી બીજા પક્ષો ઉમેદવાર ઉભા નથી રાખતા. જેમાં બે પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને બીજા પૂર્વ પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલને ભાજપે ફરીથી રિપીટ કર્યા છે
જયારે સુમિત્રાબેન રાજેન્દ્રસિંહ રાઉલ પહેલા કૉંગેસ માં હતાં હવે ભાજપે તેમને ટિકિટ આપી છે એક બેઠક ભાજપની બીન હરીફ થઈ ગઈ છે.
વોર્ડ 7 માં કુલ 11 ઉમેદવાર છે. જેમાં આપના 3,ભાજપા 4,કોંગ્રેસ 0 અને 4 અપક્ષ છે. જેમાં બન્ને પૂર્વ કોર્પોરેટરો મીનાક્ષીબેન અટોદરીયા, અને નિલેશભાઈ અટોદરીયા બન્ને પતી પત્નીએ અપક્ષ ઉમેદવારી કરી છે આ પહેલાતેઓ કૉંગેસ માંથી લડતા હતાં.મીનાક્ષીબેન પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે.તેમણે પેનલ બનાવી છે.જ્યારે આ વોર્ડમાં ભાવના બેન મુકેશભાઈ પટેલ ભાજપાના મહિલા ઉમેદવાર છે.
એ ઉપરાંત રાજપીપળા નગર પાલિકામાં કોંગ્રેસે કબ્રસ્તાનની સંભાળ રાખતા શ્રમિકને આપી ટિકિટ આપી છે.તો રાજપીપળામાં બે ‘ચાવાળા’ઉમેદવારોને ભાજપા અને આપે ટિકિટ આપી છે.ભાજપે ચાની લારી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાને મેદાનમાં ઉતાર્યા છે તો આપ તરફથી સિકંદર ચાવાળા ચૂંટણી લડી રહ્યાં છે.



