– ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવાર સાથે પોતાના બોગજ ગામે મતદાન કર્યું
– નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે ટેકરા ફળીયા ખાતે આવેલ પ્રાથમિક સ્કૂલમાં મતદાન કર્યું
– રાજપીપલા નગરપાલિકા ૭ વોર્ડની ૨૬ બેઠકો માટે મતદાન થયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા પંચાયત મતદાર વિભાગની કુલ-૨૨ બેઠકો તથા નાંદોદ તાલુકાની ૧૮, તિલકવાડા તાલુકાની-૧૬, ગરૂડેશ્વર તાલુકાની-૧૬, દેડિયાપાડા તાલુકાની-૧૮, ચીકદા તાલુકાની-૧૬ અને સાગબારા તાલુકાની ૧૮ એમ કુલ ૧૦૨ બેઠકો તથા રાજપીપલા નગરપાલિકા ૭ વોર્ડની ૨૬ બેઠકો માટે મતદાન શરૂ થયું હતું.
આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું હતુંજેમાં સવારે સાતથી નવના પહેલા બે કલાકના સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા છે તે મુજબ જિલ્લા પંચાયત નર્મદામાં 7થી 11ના પ્રથમ ચાર કલાકમાં 29.98% મતદાન થયું છે જયારે 6 તાલુકા પંચાયતમાં પણ 32.17%મતદાન થયું હતું જ્યારેરાજપીપળા નગરપાલિકામાં સાત વૉર્ડમાં 28 બેઠકો માટે પહેલા ચાર કલાકમાં 26.18 ટકા મતદાન થયું હતું.જેમાં રાજપીપલા નગરપાલિકામાં સવારે 7 થી 11 પ્રથમ ચાર કલાકમાં વોર્ડ : 1માં 13.30%, વોર્ડ : 2માં 9.06%,વોર્ડ : 3માં 12.85%,વોર્ડ : 4 માં 9.44%,વોર્ડ :5માં 8.90%, વોર્ડ : 6માં 7.67%,વોર્ડ : 7માં 10.44% મતદાન નોંધાયું હતું.
નર્મદા જિલ્લામાં 7 થી 1 દરમ્યાન 6 કલાક દરમ્યાન સરેરાશ 37.91 % મતદાન નોંધાયુંહતું જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 32.02 % મતદાન નોંધાયું હતું.જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી માટે 38.04 % મતદાન નોંધાયું હતું રાજપીપલા નગરપાલીકા માટે 43.69 % મતદાન નોંધાયું હતું.ગરમીને કારણે સવારે લોકો મતદાન કરવા ઉમટ્યા હતાં 12 વાગ્યાં પછી ગરમી વધતા બપોરે મતદાન ધીમું જોવા મળ્યું હતું જોકે સાંજે 4 પછી પુન :મતદારો મતદાન કરવા નીકળ્યા હતા.
નર્મદાના ગામડાઓમાં ભારે મતદાન જોવા મળ્યું હતું મતદાઓની લાંબી કતાર જોવા મળી હતી સુંદરપુરા પ્રાથમિક શાળામાં મતદાન મથક ખાતે નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરતા જોવા મળ્યા હતા.જયારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવાર સાથે પોતાના બોગજ ગામે મતદાન કર્યુંહતું તો નાંદોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે ટેકરા ફળીયા ખાતે આવેલ પ્રાથમિક સ્કૂલમાટે મતદાન કર્યું.
નર્મદાના રાજપીપલા નગરપાલિકા માં બપોર સુધીમાં 40 ટકા મતદાન નોંધાયું હતું.રાજપીપલા વોર્ડ નમ્બર 6 માં એક દિવ્યાંગ યુવાને મતદાન કર્યું હતું પણ ખાટલે મોટી વાત એ હતી કે આ વખતે તંત્ર દ્વારા દિવ્યાંગો માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી.જેને લઈ સ્થાનિકો એ દિવ્યાંગ મતદાર ને ખુરશી સાથે ઊંચકી ને મતદાન કરાવ્યુંહતું. જેને કારણ તંત્ર સામે દિવ્યાંગોમાં રોષ જોવા મળ્યો હતો.વર્ષ 2021માં પણ રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લા પંચાયતમાં 79.02% નોંધાયું હતું.સરેરાશ વિધાનસભા,લોકસભા કે સ્થાનિક સ્વરાજ્ય સહિતની પ્રત્યેક ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થાય છે.
રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન હેતવી ધોળિયાએ પોતાના જીવનનો પ્રથમ મતાધિકાર ઉપયોગ કરીને પ્રથમ વખત મતદાન કર્યું હતું.આ પ્રસંગે તેણીએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાનો આનંદ અનુભવ્યો હતો.
હવે 28મીએ જિલ્લાની રાજપીપલા નગરપાલિકા તથા જિલ્લા/તાલુકાની મંડળના મતગણતરી રાજપીપલામાં કિચન હોલ,આદર્શ નિવાસી કુમાર શાળા, નાંદોદમાં આનંદ ભવન છોટુભાઈ પુરાણી વ્યાયમ મહાવિદ્યાલય વડિયા,તિલકવાડામાં રાધાબા હોલ,કે.એમ.શાહ. હાઈસ્કુલ, ગરૂડેશ્વરમાં તાલુકા સેવા સદન, બીજો નાળ, હોલ નં-૧, મામલતદાર કચેરી દેડિયાપાડામાં આદર્શ નિવાસી શાળા, સાગબારા સરકારી વિનયન કોલેજ અને ચીકદા આશ્રમ શાળા રેલ્વા ખાતે ડિસ્પેચિંગ, રિસીવિંગ અને મતગણતરી કરવામાં આવનાર છેજ્યાં પરિણામ સાંજ સુધીમાં જાહેર થશે.



