ભરૂચમાં ખાણ વિભાગના ત્રણ અધિકારીઓ સામે ૧.૧૭ કરોડના નુકસાનનો ગુનો એસીબીમાં દાખલ

SHARE:

ભરૂચ,

ખાણ અને ખનિજ વિભાગની કચેરી ભરૂચના અધિકારીઓ દ્વારા ગેરરીતિ આચરી સત્તાનો દુરુપયોગ કરી સરકારને કુલ રૂ.૧,૧૭,૦૨,૬૭૩નું આર્થિક નુકસાન પહોંચાડ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે.આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભરૂચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસમાં આરોપી તરીકે (૧) નરેશભાઈ માવજીભાઈ જાની (ઈન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧), (૨) અશ્વીનભાઈ લાલજીભાઈ કોટડીયા (સર્વેયર, વર્ગ-૩) અને (૩) ભાવેશભાઈ રામજીભાઈ પરમાર (માઈન્સ સુપરવાઈઝર)ના નામ સામે આવ્યા છે.તપાસ અનુસાર ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામે સર્વે નં.૧૧ અને ૩૨ની જમીન પર આપવામાં આવેલી સાદી ખનિજ ખાણકામ પરમીટમાં ગેરરીતિ થઈ હતી.સર્વે નં.૧૧ માટે ૫૦,૦૦૦ મેટ્રિક ટન રેતી ખનન માટે ૧૨૦ દિવસની મંજૂરી હોવા છતાં સ્થળ તપાસમાં પરમીટ અને વાસ્તવિક ખનન સ્થળ અલગ હોવાનું સામે આવ્યું હતું.આરોપી નરેશભાઈ જાનીએ યોગ્ય તપાસ કર્યા વગર પંચક્યાસના આધારે વાહનો છોડવાનો હુકમ આપી સરકારને રૂ.૪૯,૮૫,૩૬૦નું નુકસાન પહોંચાડ્યું હતું.તે ઉપરાંત સર્વે નં.૩૨માં મંજૂરી કરતા વધારે ખનન છતાં આરોપીઓએ મળતિયાપણામાં ખોટી માપણી કરી ઓછો દંડ વસૂલ કર્યો હતો જ્યારે નિયમ મુજબ રૂ.૬૭,૧૭,૩૧૩નો દંડ થવો પાત્ર હતો.આ રીતે ત્રણેય આરોપીઓએ મળતિયાપણામાં સરકારના નિયમો અને જોગવાઈઓનું ઉલ્લંઘન કરી કુલ રૂ.૧.૧૭ કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.આ મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (સુધારો-૨૦૧૮) તથા ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!