– રાકેશ વસાવા, હરિ પ્રકાશ મોતીલાલ વર્મા, પ્રવિણસિંગ અશોકસિંગ અને હાર્દિક કુમાર પરમાર નામના કામદારો મૃત્યુ પામ્યા
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં ગત તા.૨૩.૪.૨૬ ના રોજ મોટા બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી તેમાં દિવસે દિવસે મૃત્યુ આંક વધતો જાય છે, પ્લાન્ટમાં જ્યારે આગ લાગી ત્યારે ૧૬ જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા જેમને અંકલેશ્વર,વડોદરા અને સુરતની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ સારવાર હેઠળના દર્દીઓ પૈકી પ્રથમ રાકેશ વસાવા ત્યાર બાદ હરિ પ્રકાશ મોતીલાલ વર્મા ત્યાર બાદ પ્રવિણસિંગ અશોકસિંગ અને આજરોજ હાર્દિકકુમાર પરમાર નામના કામદારનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રોપોલીટીન એક્ઝીકેમ કંપનીમાં જે ઘટના બની હતી તે ધટનાને જીપીસીપીએ પણ ખૂબ ગંભીર રીતે લીધી છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પંચ દ્વારા પણ આ ધટનાની સ્વતઃ નોંધ લઈ બે અઠવાડિયામાં તેનો રિપોર્ટ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક પાસે માંગ્યો છે.ત્યારે આયોગમાં રિપોર્ટ શું થાય છે તે જોવું રહ્યું.




