ઝઘડિયાથી જીઆઈડીસી જતો માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો

SHARE:

– ઝઘડિયાથી જીઆઈડીસી વચ્ચે સેલોદ ગામનો બ્રિજ નબળો હોય ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરાયો

(જયશીલ પટેલ, ઝઘડીયા)

ઝઘડિયાથી ઝઘડિયા જીઆઈડીસી આશરે ૮ કિલોમીટર દૂર છે, ઝઘડિયાથી વાલીયા જવાના મુખ્ય માર્ગ પર ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર પામેલ છે, જેથી ઝઘડિયાથી જીઆઈડીસી જવા માટે વાલીયા વાળો રસ્તો મુખ્ય છે, ઝઘડિયાથી જીઆઈડીસી વચ્ચે સેલોદ ગામ પાસે એક બ્રિજ આવેલ છે આ બ્રિજ નબળી હાલતમાં હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝઘડિયાથી ઝઘડિયા જીઆઈડીસી જવા માટે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે સેલોદ આગળ બ્રિજ નબળો હોવાથી બ્રિજ બંધ કરેલ છે જેના કારણે વાલીયા જતા ભારે વાહનો ઝઘડિયા બોરોસીલ કંપનીથી કપલસાડી ફૂલવાડી વાયા જીઆઈડીસી ઝઘડિયા તરફ થઈ વાલીયા જઈ શકે છે તેમ જણાવ્યું હતું, આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવાના કારણે રાજપીપળા તરફથી અથવા ઝઘડિયા ના ક્વોરી વિસ્તારમાંથી ખનીજ લઈ જીઆઇડીસી જતા માલવાહક વાહનોએ ઝઘડિયા વાલિયા ચોકડી થી બોરોસીલ કંપનીથી કપલસાડી ફૂલવાડી થઈ જીઆઈડીસી જવામાં લગભગ ૩ કિલોમીટર થી વધુનો ફેરવો ફરવો પડશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!