– વધારે પૈસા આપીને કુરિયરનો સહારો લેવા ગ્રાહકો મજબૂર
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલ એક માત્ર મુખ્ય પોસ્ટ ઓફિસમાં ટિકિટોનો દુકાળ પડ્યો છે.
રાજપીપલા પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાક વખતથી રૂ 5ની, રૂ. 10ની ટીકીટો નથી મળતી.ગ્રાહકો રોજ પોસ્ટ ઓફિસે ટિકિટ માટે આવીને ધક્કા ખાય છે.પણ ટિકિટ વિના જ પાછા જાય છે પોસ્ટ માસ્તરનું કહેવું છે કે ભરૂચ ડિવિઝન ઓફિસ માં લેખિત જાણ કરી છે પણ ઉપરથી ટિકિટ આવતી નથી.જેવા જવાબ મળે છે.રાજપીપલાની એક માત્ર પોસ્ટ ઓફિસમાં ટિકિટ ન હોવાથી ટપાલ કે રજીસ્ટર પોસ્ટથી ટપાલ મોકલવા જરૂરી ટિકિટ મળતી ન હોવાથી લોકોની ટપાલ અટવાય છે જેને કારણે વધારે પૈસા આપી કુરિયરનો સહારો લેવો પડે છે માત્ર 15 રૂ ની ટિકિટ હોવાથી 10 રૂ ની ટિકિટ સામેના છૂટકે 15 રૂ ની ટિકિટ લગાડવી પડતા ગ્રાહકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે પોસ્ટ વિભાગ ગ્રાહકો માટે જરૂરી પૂરતી ટિકિટોનો સ્ટોક મંગાવે એવી ગ્રાહકોની માંગ છે.




