ચન્દ્રશોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પ્રથમ વખત રાજપીપલા ખાતે સમૂહલગ્નોત્સવનું આયોજન

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાંસદ મનસુખ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચન્દ્રશોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પ્રથમ વખત રાજપીપલા જિન કમ્પાઉન્ડ ખાતે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહલગ્નોત્સવ પ્રસંગે કુલ 59 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

આ સમૂહ લગ્નમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ તમામ જોડાઓ લગ્નગ્રંથીથી જોડાયાં હતા.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ અને અન્યા આદિવાસી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.બન્ને આગેવાનોએ એ નવ દંપત્તિને આશિર્વાદ પાઠવી આદિવાસી સમાજ આગળ આવે અને દેશના વિકાસમાં યોગદાન આપે એવી શુભકામના પાઠવી આજના લખલૂંટ ખર્ચા વાળા લગ્નો સામે કરકસરવાળા ઓછા ખર્ચાથી થતા આ આદિવાસી સમાજના સમૂહ લગ્નોને આવકાર્યા હતા.આ પ્રસંગે દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘર સંસારની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!