જી.એન.એફ.સીના ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી : લોગોનું અનાવરણ

SHARE:

– નર્મદાનગરમાં શોભાયાત્રા અને જી.એન.એફ.સીના નવા લોગોનું અનાવરણ કરાયું
ભરૂચ,
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) એ આજે તેની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે.આ સુવર્ણ જયંતિના અવસરે નર્મદાનગર ટાઉનશિપ ખાતે ગૌરવશાળી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કંપનીના પાંચ દાયકાના યોગદાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત જી.એન.એફ.સી ગીતના ગાન સાથે થઈ હતી.આ પ્રસંગે કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે જી.એન.એફ.સી.ના ‘સુવર્ણ જયંતિ વર્ષ’ના વિશેષ લોગોનું અનાવરણ કર્યું હતું.આ લોગો કંપનીની અડધી સદીની મજબૂત સફર અને ભવિષ્યના આધુનિક વિઝનને પ્રતિબિંબિત કરે છે.લોગો અનાવરણ બાદ, કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઇઝ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવીને એક ભવ્ય શોભાયાત્રા (ટેબ્લો પ્રોસેસન)નું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં જી.એન.એફ.સીની સ્થાપનાથી લઈને આજ સુધીની વિવિધ સિદ્ધિઓ, સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો અને તકનીકી પ્રગતિને દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા.ટાઉનશિપના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહમાનોને સંબોધતા જણાવ્યું હતું કે, “જી.એન.એફ.સીની ૫૦ વર્ષની આ ભવ્ય સફરના સાચા હકદાર અમારા કર્મચારીઓ, તેના પરિવારજનો અને તમામ સ્ટેકહોલ્ડર્સ છે.તેમના સતત સમર્થન અને ભરોસા માટે અમે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.આ ‘ગોલ્ડન જ્યુબિલી’ માત્ર એક સીમાચિહ્ન નથી, પણ ગ્રીન ટેકનોલોજી અને નવા ઈનોવેશન્સ દ્વારા એક ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરવાની અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે.”
કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર આયોજન દ્વારા જી.એન.એફ.સી.એ પોતાની ૫૦ વર્ષની વિકાસગાથાને લોકો સમક્ષ ગૌરવપૂર્વક રજૂ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!