ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકો દ્વારા ‘અમે આવ્યાં તમારે દ્વાર ‘કાર્ય શિબિર યોજાઈ

SHARE:

– કરજણની નિશાળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકાને ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ -૨૦૨૬ થી સન્માનિત કરાયા

ભરૂચ,

પૂજ્ય મોરારિબાપુ દ્વારા પુરસ્કૃત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સૌજન્યથી ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકો દ્વારા ‘અમે આવ્યા તમારે દ્વાર’ અનુબંધિત બે દિવસીય કાર્યશાળા શિબિર રાખવામાં આવી હતી.જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ,ચિત્રોડ, ધણેજ, હિરણવેલ અને સાગોદ્રા ગામમાં પાંચ પાંચ ચિત્રકૂટ એવોર્ડ સાધકોનું ગ્રુપ સાંજે દરેક ગામની શેરીઓ માંથી બાળકોને બોલાવી જાહેર જગ્યાએ રમતો, રંગપૂરણી, કાગળમાં સર્જનાત્મક અને રચનાત્મક, કાર્ડ રમતો, બાળવાર્તા, જાદુઈ વિદ્યા, પપેટ શો,અભિનય ગીતો, જેવી કેટલીય સહઅભ્યાસિક વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સ્વખર્ચે કરેલ આ પ્રકારની શિબિરમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા સાધકોને પ્રમાણપત્ર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ આપવામાં આવ્યો હતો.સ્વખર્ચે ગુજરાતના ૧૪ જિલ્લાઓ માંથી શિક્ષકો હાજર રહી સેવા કાર્યમાં જોડાયા હતા.ગામના સરપંચ આગેવાનો અને એસ.એમ.સી.ના સભ્યો તરફથી આ કાર્યશાળા શિબિરને ખૂબ આવકાર મળ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળાએ મોરારી બાપુના સત્ય, પ્રેમ અને કરુણા સાથે જોડાયેલા તમામ સાધક મિત્રોને ખૂબ શુભેરછા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ તમામ પ્રકારના સહકાર માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે રહેશે તેવી ખાત્રી આપી હતી.આ કાર્યક્રમમાં અનિલભાઈ પંપાળીયા, ગીરસોમનાથ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સોલંકી, તાલુકા શિક્ષક પ્રમુખ જિલ્લા સંઘ હાજાભાઈ વાળા, તથા સંજયભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!