એકતા નગર જંગલ સફારીમાં ઉનાળામાં 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી-પક્ષીઓ માટે એસી કુલર લગાવ્યા

SHARE:

– પશુ પક્ષીઓ માટે ગરમીમાં ખાસ ફ્રોઝન ફૂડ,પોપ્સીકલસ, એરકુલર તથા ACની પણ વ્યવસ્થાઓ

– ગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી-પક્ષીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉભી કરાઈ 

– ખાસ તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓ ૨૪ કલાક રાઉન્ડ ઘી ક્લોક તમામ પ્રાણી-પક્ષીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે- વિપુલ ચક્રવર્તી : ડાયરેકટર,જંગલ સફારી,એકતા નગર

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદામાં કાળઝાળ 40 ડિગ્રી ગરમીથી  લોકો પરેશાન થઈ રહ્યાં છે ત્યારે એની સામે અબોલ પશુ પક્ષીઓની હાલત કફોડી બની છે.ત્યારે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ સરદાર ઝુઓલોજી પાર્ક,જંગલ સફારી ખાતે રહેતા 1500 થી વધુ પ્રજાતિઓમાં અબોલા પશુ પક્ષીઓની હાલત કેવી  થતી હશે.આ ગરમીમાં પશુ પક્ષીઑને રાહત મળે તે માટે જંગલ સફારી પાર્કની ટીમ દ્વારા સતત પાણીનો છંટકાવ સાથે એસી,કૂલર મૂકી ઠંડક કરવામાં આવે છે.સાથે પાણી દાર ફળો આપી પશુ પક્ષીઓને ડિહાઈડ્રેશનના થાય એની કાળજી લેવામાં આવી રહી છે.ઠંડક અને છાયડો મળી રહે એ માટે 135 એકરમાં ફેલાયેલા જંગલ સફારી પાર્કમાં વૃક્ષો વધુ માત્રામાં ઉગાડવામાં આવ્યા છે.સાથે સાથે ઓરિજનલ જંગલ લૂક  પણ આપવામાં આવ્યો છે.પરંતુ 40થી 43 ડિગ્રી તાપમાન માં પ્રાણીઓ અને પક્ષીઓની હાલત  બગડે એ પહેલાં પ્રિપ્લાનિંગ કરીને જેમ જેમ તાપમાનનો પારો ઉંચે ચઢે એટલે પ્રાણીઓ, પક્ષીઓ ને ઠંડક લાગે લાગે એ માટે ખાસ કૂલરની વિદેશી પ્રાણીઓ પક્ષીઓ માટે એસીની અને બીજી જગ્યાઓ પર સતત પાણીનો છંટકાવ થાય એવી વ્યવસ્થા જંગલ સફારીની ટીમ કરી રહી છે.ડાયરેક્ટર બીપુલ ચક્રવતીની દેખરેખ હેઠળ કાળજી રખાઈ રહી છે.એ ઉપરાંત વધુ પાણી વાળા ફળો પણ આપવા આવી રહ્યા છે.સ્પ્રિંકલર થી પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. આમ જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓને કોઈ ગરમી ના લાગે એવી તમામ સુવિધાઓ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!