2022 માં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને 15 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકારતો હુકમ કરતી ભરૂચ કોર્ટ

SHARE:

ભરૂચ,

ભરૂચમાં વર્ષ 2022 દરમ્યાન ઝડપાયેલા MD ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરૂચમાં વર્ષ 2022 દરમ્યાન ઝડપાયેલા MD ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે.એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં કોર્ટે 15 વર્ષની સખત કેદ તેમજ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો આ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.તા.19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મોફિસર જીન કમ્પાઉન્ડ નજીકથી MD ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઈમરાન સોકત ખીલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે.જે.પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી.જે કેસ નામદાર પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ.સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો.જેમાં 20થી વધુ સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો.કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.સાથે જ દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.આ ચુકાદાને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!