બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના જંબુસર મંદિરે યોગીપર્વ નિમિત્તે “શ્રીહરિલીલામૃતમ્” સંત પારાયણ યોજાયું

SHARE:

– યોગીજી મહારાજના ૧૩૪મા પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી : જંબુસરમાં સંત પારાયણ અને સેવાયજ્ઞનો મહિમા સમજાવાયો

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ૧૩૪મા પ્રાગટ્યદિન નિમિત્તે યોગીપર્વ અંતર્ગત “શ્રીહરિલીલામૃતમ્” સંત પારાયણનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

પારાયણ દરમિયાન પૂજ્ય વૈરાગ્યપ્રિય સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગના મહિમા અને આધ્યાત્મિક જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ માયાના બંધનમાંથી મુક્ત કરી અક્ષરધામ પ્રાપ્ત કરાવવા જપ,તપ,વ્રત સહિત સત્કાર્ય કરી બધા તપનું ફળ આપવાનું છે.બધાનું કલ્યાણ કરવાનું ભગવાન સ્વામિનારાયણએ સંકલ્પ કર્યો હતો.તેમ કહી બાળ પ્રભુ ઘનશ્યામની વાત કરી પાંચ વર્ષના બાળ પ્રભુ શાસ્ત્રના રહસ્યો લખતા હતા. જે કાર્ય સિદ્ધ કરવું હોય તેની પાછળ વળગી રહેવું પડે, સંતોના દર્શન કરી પંચ મહાપાપ બળી જાય છે. સંતો સમાજમાં રહેલી બદીઓ, દૂરાચાર, પાપાચાર દૂર કરે છે. અને ભવજળ તરી જાય છે. ભગવાનને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વ્હાલી છે અને અક્ષરધામ સાથે લાવ્યા છે.મનુષ્ય જન્મ લક્ષ ચોરાસી માંથી નીકળવાનું દ્વાર છે તેમ જણાવ્યું હતું.આ સહિત ઘનશ્યામ ચરિત્રની સુંદર છણાવટ સાથે વાત કરી હતી તથા શ્રીજી મહારાજના બાળ ચરિત્રોનું આબેહૂબ વર્ણન કર્યું હતું.જેનો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક કથાનું શ્રવણ કરી આધ્યાત્મિક લાભ લીધો હતો.આ પ્રસંગે સંત પારાયણ યજમાન, પ્રસાદ સેવા, સંત રસોઈ સેવા સહિત વિવિધ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હરિભક્તોએ ઉત્સાહ અને સમર્પણભાવથી સેવા આપી હતી.સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

આયોજકોએ તમામ હરિભક્તોને પરિવાર અને મિત્રમંડળ સાથે ઉપસ્થિત રહી યોગીપર્વને વધુ ભવ્ય અને ભક્તિમય બનાવવા અપીલ કરી હતી.આ પ્રસંગે સાધુ જ્ઞાનવીર સ્વામી, યશોનિલય સ્વામિ સહિત આગેવાન સત્સંગીઓ તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!