નેત્રંગ-રાજપાડી રોડ પર ફોર્ચ્યુનર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનો ઘાયલ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ-રાજપાડી રોડ ઉપર ભોટનગરથી કુરી ગામ તરફ જવાના માર્ગ પર આવેલ ભાથીજી મંદિર નજીક પુરપાટ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના આંજોલી ગામના સરપંચ ફળિયામાં રહેતા પ્રિયંકાબેન હરનેશભાઈ વસાવાના ભાઈ વીનેશ વિઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઈકો કાર લઈને નેત્રંગથી આંજોલી ગામ તરફ જઈ રહ્યા હતા.તે દરમ્યાન સામેથી પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર નંબર GJ 23 CF 0786 ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જ્યાં વીનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જ્યા બાદ ફોર્ચ્યુનર કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.સમગ્ર બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!